તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th October 2025
રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજનો વિદ્યા સત્કાર સમારોહઃ સોમવારે ભાઈઓ માટે રાસોત્સવ
શ્રી ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલ ઉપક્રમે બે દિવસમાં બે સામાજીક સમારોહ યોજાશે હેમુ ગઢવી હોલમાં મહાનુભાવોના હસ્તે ૪૬૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશેઃ તા.૦૬ ને શરદપુનમે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે ભાઈઓના રાસ ગરબાનું આયોજનઃ બંને કાર્યક્રમમાં સમાજના ભાઈઓ, વડીલો અને યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્થાની અપીલ

રાજકોટ તા.૪: રાજકોટ શહેરમાં ક્ષત્રિય (ગિરાસદાર) સમાજની છેલ્લા ૫૦ વર્ષની કાર્યરત સંસ્થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના ઉપક્રમે બે દિવસમાં બે સામાજીક સમારોહ યોજાશે. આવતી કાલે રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ક્ષત્રિય સમાજના ૪૬૦ થી વધુ તેજસ્વી દીકરા-દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. બીજા દિવસે સોમવારે રોજ શરદપુનમની રઢિયાળી ઢળતી સાંજે ક્ષત્રિય ભાઈઓ માટેનો રાસોત્સવ શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, ૫-રજપુતપરા ખાતેના પટાંગણમાં યોજાશે. બંને કાયક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ અને યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તા.૦૫/૧૦/૨૦૨૫ને રવિવારના રોજ યોજાનારા ૫૧માં વાર્ષિક વિદ્યા સત્કાર સમારોહમાં અધ્યક્ષ સ્થાને મહારાષ્ટ્ર રાજય સરકારના મંત્રીશ્રી સીંડખેડા વિધાનસભાના ધારાસભ્ય, ડોન્ડાઇચા રાજવી પરિવારના શ્રી જયકુમાર જીતેન્દ્રસિંહજી રાવલ, પ્રમુખ સ્થાને રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા તથા મુખ્ય અતિથિ તરીકે અ.સૌ. કૌવરાણી સાહેબ ઓફ ખીમસર મળગેશાકુમારીસિંગ (કુંવરી સાહેબા ઓફ ખીમસર) રહેશે. અન્ય મહાનુભાવોમાં વિશેષ ઉપસ્થિતિ અ.સૌ. કાદંબરી દેવી જાડેજા (રાણી સાહેબા ઓફ રાજકોટ), ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા (અબડાસા-કચ્છ), શ્રી ધર્મેન્દ્રસિંહજી રણુભા વાઘેલા (વાઘોડીયા-વડોદરા), શ્રીમતિ ગીતાબા જયરાજસિંહજી જાડેજા (ગોંડલ), શ્રીમતિ રીવાબા રવિન્દ્રસિંહજી જાડેજા (જામનગર-ઉતર) તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી એમ. જાડેજા (હકુભા-જામનગર)ની રહેશે. પ્રાયમરીથી લઈને હાયર એજયુકેશનમાં ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સૌરાષ્ટ્ર-કચ્છના ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓને મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવશે. કાર્યક્રમ બપોરે ૨:૩૦ કલાકે આરંભ થશે.
ભાઈઓ માટેનો રાસોત્સવ
શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા ગત વર્ષે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત ક્ષત્રિય (ગિરાસદાર) ભાઈઓ માટેના સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વખતે પણ તા. ૦૬/૧૦/૨૦૨૫ને સોમવારે શરદપૂર્ણિમાના દિવસે ભાઈઓ માટેનો રાસોત્સવ શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના પટાંગણમાં સાંજે ૭:૦૦ કલાકે સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગતજનની માં જગદંબાની આરતી સાથે રાસ ગરબાનો આરંભ થશે. ક્ષત્રિય સમાજના વડીલો, ભાઈઓ, યુવાનોને માં જગદંબાની સામૂહિક આરાધના કરવાના અવસર રૂપ રાસોત્સવમાં પધારવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
આજે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના હોદેદારો સર્વશ્રી અશોકસિંહ વાઘેલા (લોલીયા), સત્યજીતસિંહ જાડેજા (કાળીપાટ), તિર્થરાજસિંહ ગોહિલ (ત્રાપજ), ચંદ્રસિંહ જાડેજા (ખોખરા), દિલજીતસિંહ જાડેજા (ભાતેલ), રાજદિપસિંહ રાણા (વણા)ેએ અકિલા કાર્યાલય ખાતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.(૨.૩૨)
(3:10 PM IST)










