તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th October 2025
મનપાની ૩ ટાઉનશીપમાંથી ભાડુઆત પકડાયાઃ ૬ આવાસ સીલ
કોર્પોરેશનની આવાસ યોજના વિભાગની કાર્યવાહી

રાજકોટ તા. ૪: મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી ઉધમસિંહ ટાઉનશીપ - કુવાડવા રોડ પાસે, શ્રી લક્ષ્મણ ટાઉનશીપ - સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તથા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ, વાવડી ગામ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા ૬ આવાસોને આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે. જેમાં શ્રી ઉધમસિંહ ટાઉનશીપ - કુવાડવા રોડ પાસે ૩, શ્રી લક્ષ્મણ ટાઉનશીપ - સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ૨ તથા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ, વાવડી ગામ પાસે ૧ આવાસ સહિત કુલ ૬ ને સીલ મારવામાં આવ્યા હતા.
(3:12 PM IST)










