<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા કાલે રાસોત્‍સવ

શાસ્ત્રી મેદાન ખાતે આયોજન : ૧ લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સીસ્‍ટમ વચ્‍ચે ખેલૈયાઓ ઝુમી ઉઠશે : રાસ રસીયાઓએ પાસ મેળવી લેવા

રાજકોટ તા.૪ : સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા કાલે તા. ૫ ના રવિવારે ‘ખેલો સોની સમાજ બાય બાય' નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે સોની સમાજના ખેલૈયાઓ મન ભરીને ગરબા રમી શકે તે માટે શાસ્ત્રી મેદાન ખાતે અફલાતુન આયોજન કરાયુ છે. ૧ લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સીસ્‍ટમ અને ૨૫ બાઉન્‍સર તેમજ ફુડઝોન-ચા નાસ્‍તાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વડીલો માટે આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા તથા વીવીઆઇપી માટે અલાયદી બેઠક વ્‍યવસ્‍થા રાખેલ છે.

ટ્રેડીશનલ ડ્રેસઅપ સાથે રમનાર ખેલૈયાઓને ઝોમ ચડાવવા મુંબઇના બામ્‍બુ બીટસ ગ્રુપને બુક કરાયુ છે.

ગુજરાતના સમસ્‍ત સોની સમાજના દીકરા-દીકરીઓ કે જેઓએ ધો.૧ થી ૧૨માં ઉતીર્ણ થયાના ફોટા અને પરિણામ પત્રકો વોટસએપ નં. ૯૭૧૪૯ ૯૦૯૦૯ ઉપર મોકલી આપશે તો તેઓને દાંડીયારાસના પ્રોગ્રામમાં ગ્રાઉન્‍ડમાં એલ.ડી.માં નિઃશુલ્‍ક અપાશે. કાર્યક્રમાં બે રાઉન્‍ડ તથા છેલ્લે ફાઇનલ રાઉન્‍ડ રમાડવામાં આવશે. સારો દેખાવ કરનારને સોનાની ગીફટ તથા રોકડ પુરસ્‍કાર અપાશે.

તા. ૫ ના આસો સુદ તેરસના સાંજે  ૬ થી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી યોજાયેલ આ કાર્યક્રમમાં સોની સમાજના ખેલૈયાઓ રમવાનો આનંદ માણી શકશે.

સમસ્‍ત સોની સમાજ પાટડીયા પરિવારની આયોજક કમીટીના જીજ્ઞેશ વાગડીયા, કલ્‍પેશભાઇ પાટડીયા, સંદીપભાઇ જડીયા, ભાવીનભાઇ વાગડીયા, સુમિત વાગડીયા, કેતનભાઇ વાગડીયા, ધવલભાઇ પાટડીયા, મિલનભાઇ સોની (ક્રાઇમ પત્રકાર), કમીટી મેમ્‍બર તરીકે જીજ્ઞેશ પાટડીયાવિશાલભાઇ કાત્રોડીયા, પરેશભાઇ પારેખ, મહિલા આયોજન કમીટીના હસ્‍મિતા પાટડીયા, શ્વેતાબેન વાગડીયા, રીટાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા, વંદનાબેન પાટડીયા, જાગૃતિબેન આડેસરા, પ્રિતીબેન માંડલીયા, જસ્‍મીનબેન આડેસરા, ડોલીબેન રાજપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. એન્‍કર તરીકે નંદનભાઇ સોની તથા અમદાવાદ સોની સમાજના વિશ્વા સોની, સલાહકાર સમિતિના વિમલભાઇ વાગડીયા, ચિરાગભાઇ પારેખ, વિીજયભાઇ પાટડીયા સેવા આપશે.

પાસ મેળવવા માટે જીજ્ઞેશ વાગડીયા, ગુંદાવાડી શેરી નં. ૧૪, ‘વ્રજ નિકુંજ' મો.૯૭૨૩૩ ૯૦૯૦૯ તથા જીતેશભાઇ માંડલીયા, સોની બજાર, જુની ગધીવાડ, માધવ કોમ્‍પલેક્ષ, ગ્રાઉન્‍ડ ફલોર, શોપ નં. ર, મો.૯૯૨૫૨ ૯૦૬૮૬ નો સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે સોની સમાજના રાસોત્‍સવની વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા

(3:12 PM IST)