<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

લોકલ વોકલ બિઝનેસનું ૧૦મીએ સમય ચેપ્‍ટર લોન્‍ચિંગ

બિઝનેસમેન ઉદ્યોગકારોનું નેટવકિઁગ પ્‍લેટફોર્મઃ રાજકોટમાં ૧૨૫ સભ્‍યો

રાજકોટઃ લોકલ વોકલ બીઝનેસ આ ચોક બિઝનેસમેનો અને ઉદ્યોગકારો માટે એવું પ્‍લેટફોર્મ છે જે એકબીજાની જરૂરીયાતો પૂરી પાડે છે.

આગામી તા.૧૦ના શુક્રવારના રોજ સવારે ૭:૩૦ વાગ્‍યાથી સયાજી હોટલ ખાતે સમય ચેપ્‍ટર લોન્‍ચીંગ નામક કાયક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે આ એક એવું પ્‍લેટફોર્મ છે જેમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સભ્‍યો વચ્‍ચે દર ૧૫ દિવસે મીંટીંગ થાય છે. સ્‍વદેશી નેટવર્કને વિકસાવવામાં મુખ્‍ય હેતુ હોવાનું જણાવાયું છે. હાલ આ નેટવકિઁગ પ્‍લેટફોર્મ દેશના ચાર રાજય અને ૧૭ થી વધુ શહેરોમાં સક્રિય છે. ૨૦૨૦માં સુરતથી આ પ્‍લેટફોર્મ શરૂ થયું હતું. જેમાં ૪૫૦૦ થી વધુ સભ્‍યો તેમજ રાજકોટમાં ૧૨૫ સભ્‍યો તેમજ રાજકોટમાં ૧૨૫ સભ્‍યો હોવાનું જણાવાયું છે. આયોજનમાં જીનિયસ મૈયડ, હેમલ શાહ, મનિષ પરમાર, બિપિન સાવલીયા, મિહિર ચાવડા, નિશાંત કોઠારી, અક્ષય ફિચડીયા, રાજદીપ શાહ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ  વિગત માટે મો.૯૩૨૭૧ ૫૧૨૧૪ ઉપર સંપર્ક કરવો. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:13 PM IST)