News of Saturday, 4th October 2025
અરબી સમુદ્રનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શકિત' દ્વારકા-નલીયાથી ૪૭૦ કિ.મી. દુરઃ ૬ તારીખથી યુ-ટર્ન સાથે સૌરાષ્ટ્ર બાજુ આવશે
વાવાઝોડું ૭ મી ઓકટોબરની સાંજે ૮ મી ઓકટોબર બપોર સુધીમાં સૌરાષ્ટ્રના કાંઠે પહોંચી જશે તા. ૭ થી ૯ સુધીમાં ઘણા સ્થળે વરસાદ પડશે

રાજકોટ, તા. ૪: જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગૌરવ રાણીગાએ એક આગાહીમાં ઉમેર્યુ હતું કે, ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” ‘‘ઉચ્ચારણઃ શક્તિ'' છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પヘમિ તરફ આગળ વધ્યું હતું અને આજે ૪ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે દ્વારકાથી લગભગ ૪૭૦ કિમી પヘમિમાં, નલિયાથી ૪૭૦ કિમી પヘમિ દક્ષિણપヘમિમાં, કરાચી (પાકિસ્તાન)થી ૪૨૦ કિમી દક્ષિણપヘમિમાં અને મસિરાહ (ઓમાન)થી ૬૦૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. તે ૫મી ઓક્ટોબર સુધીમાં પヘમિ-દક્ષિણપヘમિ તરફ આગળ વધીને ઉત્તરપપヘમિ અને પヘમિ મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવી શકયતા છે. ત્યારપછી તે ૬ઠ્ઠી ઓક્ટોબર ૨૦૨૫ની સવારથી ફરી પૂર્વ ઉતર પૂર્વ દિશા તરફનો ટર્ન લઈ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડી જશે. સૌરાષ્ટ્ર કાંઠે આ વાવાઝોડું એક ડિપ્રશન કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ તરીકે ૭ ઓક્ટોબરની સાંજ થી ૮ ઓક્ટોબરની બપોર સુધીમાં પહોંચી શકે. હાલ આ વાવાઝોડું સૌરાષ્ટ્ર કાંઠે પહોંચતા પહેલા ઘણું નબળું પડી જવાની સંભાવના હોય, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની અફવાઓમાં આવવું નહીં. તા.૭-૮-૯ ઓક્ટોબર દરમ્યાન આ સિસ્ટમને અસરથી ગુજરાતમાં ઘણા સ્થળે હળવો મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
વાવાઝોડાના ટ્રેકમાં કોઈ ફેરફાર હશે તો આગળ રેગ્યુલર અપડેટ આવશે તેમાં માહિતી આપવામાં આવશે. – weather by Gaurav raninga નોંધઃ માહિતી હાલનાં વેધર ચાર્ટના આધારે આપેલી છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી અપડેટ ઉપર આધાર રાખવો.
(3:55 PM IST)










