તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 4th October 2025
રાસની રમઝટ-૨: કાલે બાય બાય નવરાત્રી મહોત્સવઃ રાષ્ટ્રીય શાળા ખાતે આયોજનઃ ઇનામો અપાશે

રાજકોટઃ ‘‘રાસની રમઝટ-૨'' બાય બાય નવરાત્રી મહોત્સવ ૨૦૨૫ રાષ્ટ્રીય શાળા મેઇન હોલ, વિદ્યાનગર રોડ પાસે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજકોટનાં તમામ ખેલૈયા ભાઇઓ, બહેનો અને બાળકો ભાગ લઇ શકશે એ ગ્રુપ ૫ થી ૧૫ વર્ષનાં બાળકો બી ગરુપ ૧૬ થી ૪૦ વર્ષનાં બાળકો, સી ગ્રુપ ૪૦ ઉપરના કોઇ પણ ભાઇ-બહેનો ભાગ લઇ શકશે. દરેક ગ્રુપમાં વેલડ્રેસ/વેલ પ્લે ગેમ દરેક ગ્રુપમાં ૧૧ વિનર જાહેર કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતાબેન દતાણી, ડો. અલ્પાબા જાડેજા-૯૦૯૯૦૨૪૨૪૦, ડો. રાધિકા વિઠ્ઠલાણી -૮૨૩૮૧૯૯૧૯૯. જહેમત ઠાવી રહ્યા છે.(૩૮.૩૫)
(3:59 PM IST)










