તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
જયુબિલી શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા બનશે ભૂતકાળ !
૨૪.૨૬ કરોડના ખર્ચે જયુબિલી શાક માર્કેટ રિ-ડેવલોપમેન્ટ કરવા મનપા તંત્રની કાર્યવાહી : ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા.૪: શહેરના ઢેબરરોડ ઉપર આવેલ વર્ષોજૂની જ્યુબિલી શાક માર્કેટ જર્જરિત થઇ જતા તેમજ આ સ્થળે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અંતે મનપાએ જૂની શાક માર્કેટ તોડી તે જગ્યા એ રૂપિયા ૨૪.૨૬ કરોડના ખર્ચે તમામ સુવિધા સાથેની શાક માર્કેટનું બિેિલ્ડંગ તૈયાર કરવામાટેનુ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. મનપા દ્વારા લાખાજીરાજ રોડ પર આવેલ વર્ષોજૂની શાકમાર્કેટ દૂર્ઘટના સર્જતેવી સ્થિતીમાં હોવાથી તેનુ નવીનિકરણ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ વર્ષોજૂની જ્યુબિલી શાક માર્કેટના સ્થળે અદ્યતન નવુ શાક માર્કેટનું બિલ્ડિગ તૈયાર કરવા ચાલુ વર્ષના બજેટમાં જોગવાય કરવામાં આવી હતી. અને હવે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
જ્યુબિલી શાક માર્કેટની બાજુમાં લોટરીબજાર આવેલ છે. જેમાં નાની નાની દુકાનો તૈયાર કરી વર્ષો પહેલા ભાડેથી અથવા વેચાણથી આપવામાં આવેલ છે. જ્યારે ઢેબર રોડ ઉપર મુખ્યચોકમાં વિશાળ ક્ષેત્રફળમાં આવેલ જૂની શાક માર્કેટના સ્થાને તમામ સુવિધા યુકત સાથોસાથ વધારાની દુકાનો તેમજ ઓફિસો ધરાવતુ બિલ્ડિંગ તૈયાર થઇ શકે તેમ છે. અને તેના થકી મહાનગરપાલિકાને વાર્ષિક લાખો રૂપિયાની વધુ આવક થઇ શકે તેમ હોય તંત્રએ હવે રૂપિયા ૨૪.૨૬ કરોડના ખર્ચે જ્યુબિલી શાક માર્કેટનું રિ-ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. અને આજ રોજ ટેન્ડર પ્રસિધ્ધ કરેલ હોય બિડ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરશે. જે મંજૂર કરી ઝડપથી નવી જ્યુબિલી શાક માર્કેટના બિલ્ડિંગનુ કામ શરૂ કરવામાં આવશે.(
(4:05 PM IST)










