તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
મેટોડા નજીક વાહન અકસ્માતમાં મવડી મારૂતિનગરના ૨૦ વર્ષના મિતેશ સનુરાનું મોત
ખોડિયાર ફેશન નામે રેડીમેઇડ કપડાનો વેપાર કરતો હતોઃ મેટોડા દૂકાન વધાવી ઘરે આવતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ પર મેટોડા નજીક વાહન અકસ્માતમાં મવડી વિસ્તારમાં રહેતાં અને મેટોડામાં રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં ૨૦ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ મવડી રોડ પર મારૂતિનગર-૧માં રહેતો મિતેશ દેવજીભાઇ સનુરા (ઉ.વ.૨૦) તા. ૨૭/૯ના રોજ સાંજે મેટોડાથી એક્ટીવા હંકારી રાજકોટ ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે બાલાજી વેફર્સ નજીક રોડ પર તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મિતેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેને મેટોડામાં ખોડીયાર ફેશન નામે રેડીમેઇડ કપડાની દૂકાન હતી. ૨૭મીએ તે દૂકાન વધાવીને ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. તેનું વાહન સ્લીપ થયું કે કોઇ વાહનની ઠોકરે ચડી ગયો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)
(2:50 PM IST)










