<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

હરિદ્વારના સાધ્‍વી દેવઅદિતિજીના માર્ગદર્શનમાં રાજકોટમાં કાલથી ત્રણ દિવસીય યોગ શિબિર

મહિલા પતંજલી યોગ સમિતિ, પતંજલી યોગ સમિતિ, કિસાન સેવા સમિતિ, ભારત સ્‍વાભિમાન અને ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા

રાજકોટઃ મહિલા પતંજલિ યોગ સમિતિ, કિસાન સેવા સમિતિ અને ભારત વિકાસ પરિષદ, ભારત સ્‍વિભિમાન અને ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં પૂજ્‍ય સ્‍વામી રામદેવજી મહારાજ તથા આચાર્ય બાલકૃષ્‍ણના હરિદ્વારના સાધ્‍વી શ્રી દેવઅદિતિજીના માર્ગદર્શન હેઠળ એક યોગ શિબિરનું તા.૭, ૮, ૯ (મંગળ, બુધ, ગુરૂ) આયોજન કરવામાં આવ્‍યું છે.

આજના વર્તમાન સમય ઘણા વ્‍યક્‍તિઓ ડાયાબિટીસ, થાઈરોડ, હૃદયરોગ, માનસિક અશાંતી જેવી નાના મોટી બિમારીઓ પીડાય છે તો આ બધી સમસ્‍યાઓનો સૌથી સરળ ઉપાય યોગ છે. આ શિબિરમાં હરિદ્વારી સાધ્‍વી શ્રી દેવાદીતીજી યોગ દ્વારા કેવી રીતે આ સમસ્‍યાઓથી મુક્‍તિ મળે તેનું માગદર્શન આપવામાં આવશે. જાહેરજનતાને આ શિબિરનો લાભ લેવા લક્ષ્મણભાઈ પટેલ, રાજ્‍યપ્રભારી પ્રફુલભાઈ ગૌસ્‍વામી ભારત વિકાસ પરિષદ નટવરસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા અધ્‍યક્ષ યોગગુરુ, કિશોરભાઈ પઢિયાર દ્વારા નિમંત્રણ અપાયું છે.

વધુ માહિતી માટે નીતિનભાઈ કેસરીયા જીલ્લા પ્રભારી (મો.૯૪૨૮૨ ૩૧૮૭૩), નિશાબેન ઠુંમર જીલ્લા મહિલા પ્રભારી (મો.૯૦૧૬૨ ૯૨૩૯૨), અલ્‍પાબેન પારેખ તાલુકા પ્રભારી (મો.૯૪૨૬૩ ૭૭૮૯૮), ગીતાબેન સોજીત્રા સંગઠન મંત્રી (મો.૯૪૨૭૨ ૧૪૬૦૨) વંદનાબેન રાજાણી ઝોન કોડિનેટર (મો.૯૨૭૬૩ ૦૬૩૩૪) નો સંપર્ક  કરવો.

યોગ શિબિર તા.૭, ૮, ૯ ઓક્‍ટોબર સમય ૫:૩૦ થી ૭:૩૦, શિબિર સ્‍થાનઃ શ્રી રણછોડદાસજી બાપુ કોમ્‍યુનિટી હોલ આનંદ નગર મેઈન રોડ, બોલબાલા માર્ગ, રાજકોટ.

તસ્‍વીરમાં પ્રફુલભાઈ ગૌસ્‍વામી, ધીરૂભાઈ ઠુમ્‍મર, આનંદભાઈ વાઢેર, બીપીનભાઈ ભટ્ટ, રમેશભાઈ ઈલાણી, અજયભાઈ જોષી, હસુભાઈ શિંગાળા, જેસુખભાઈ ગુજરીયા નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા) 

(2:12 PM IST)