તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
અંજનાબેનને મૈત્રી કરારથી સાથે રહેતાં કિશન પરમારે માર માર્યો
જુના મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ પાસે બનાવ અજાણી મહિલાનો ફોન આવતાં તે બાબતે પુછતાં ડખ્ખો

રાજકોટતા. ૬: જુના મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ નજીક પૂનમ ફર્નિચર પાસે રહેતાં અંજનાબેન કિશન પરમાર (ઉ.વ.૩૦)ને સાથે રહેતાં કિશન પરમારે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
અંજનાબેને જણાવ્યું હતું કે તેને પ્રથમ પતિ ખુબ ત્રાસ આપતો હોઇ છુટાછેડા લીધા હતાં. બાદમાં પોતે ઇમિટેશનનું કામ કરવા જતાં હોઇ પાંચ વર્ષ પહેલા કિશન પરમાર સાથે સંપર્ક થતાં તેની સાથે મૈત્રીકરાર કરીને રહે છે. પોતાને સંતાનમાં આગલા ઘરની એક દિકરી છે. બે દિવસ પહેલા ધોરાજી રહેતાં પોતાના પિતાનું અવસાન થયું હોઇ ત્યાં જવું હોઇ કિશન પાસે પૈસા માંગતાં બોલાચાલી થઇ હતી. આ વખતે જ કિશનના ફોનમાં કોઇ મહિલાનો ફોન આવતાં કોનો ફોન છે? નંબર આપ તો તેમ કહેતાં કિશને ઝઘડો કરી મારકુટ કરી હોવાનો અંજનાબેને આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(2:42 PM IST)










