તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
મુળ ઉનાના વિશાલને રાજકોટમાં અજાણ્યા શખ્સે પટ્ટાથી ફટકાર્યો
બે દિવસ પહેલા બહેન વિશે ટકોર કરી હોઇ ઠપકો આપતાં ખાર રાખ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૬: ઉના પંથકના વતની અને હાલ રાજકોટ સાધુ વાસવાણી રોડ દર્શન પાર્ક પાસે રહી કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર તરીકે કામ કરતાં વિશાલ જેઠાભાઇ ચાઉ (ઉ.વ.૨૭)ને રાતે દસેક વાગ્યે સાધુ વાસવાણી રોડ રાજ પેલેસ પાસે અજાણ્યા શખ્સોએ પટ્ટા-લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વિશાલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અજાણ્યો શખ્સ મારી બહેન વિશે ટકોર કરતો હોઇ તેને ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખી ફરીથી માથાકુટ કરી હુમલો કર્યો હતો. (૧૪.૮)
(2:43 PM IST)










