તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
માતાને ધાવણ આવતું ન હોઇ પાવડરનું દુધ પીવડાવ્યું: ૩ દિવસના પુત્રનું મોત
જામનગર રોડ લાખાબાપા વાડી વિસ્તારના પરિવારમાં ગમગીનીઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ અગાઉ દિકરીનું પણ જન્મ સાથે મૃત્યુ થયું હતું

રાજકોટ તા. ૬: જામનગર રોડ પર લાખાબાપાની વાડી પાસે કવાર્ટરમાં રહેતાં દંપતિના ૩ જ દિવસની વય ધરાવતાં નવજાત પુત્રનું પાવડરવાળુ દુધ પીધા બાદ બેભાન થઇ જતાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ સ્લમ ક્વાર્ટર શેરી નં. ૮માં રહેતાં નિકીતાબેન અને નિકેશભાઇ પરમારનો પુત્ર (ઉ. ત્રણ દિવસ) સાંજે બેભાન થઇ જતાં સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં લઇ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ મારફત પ્ર.નગર પોલીસને જાણ થતાં પીએસઆઇ એસ. વી. જોરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ બાળકના જન્મ બાદ માતા નિકીતાબેનને ધાવણ આવતું ન હોઇ જેથી પાવડરવાળુ દુધ બાળકને પીવડાવ્યું હતું. આ પછી બાળક સુઇ ગયા બાદ નહિ જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયેલ. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. નિકીતાબેનનું પ્રથમ સંતાન દિકરીનું પણ જન્મ સાથે જ મૃત્યુ થયું હતું. હવે દિકરાનું જન્મના ત્રીજા જ દિવસે મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મોતનું કારણ જાણવા પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
(2:44 PM IST)










