<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં રપ.પ૧ કરોડના ૩૮ કામોને મંજુરી

 

રાજકોટ, તા. ૬: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડાના અધ્‍યક્ષ સ્‍થાને મળતા રપ.પ૧ કરોડના ૩૯ કામોને મંજુરી આપવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ગાંધીનગર વર્ષઃ ૨૦૨૫-૨૦૨૬ની ગુજરાત પંચાયત પરિષદની સભ્‍ય ફી રૂ.૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પૂરા) તથા અનુદાનની રકમ રૂ.૨,૦૦,૦૦૦/-(બે લાખ રૂપિયા પૂરા) એમ કુલ રૂ.૨,૧૦,૦૦૦/-(બે લાખ દસ હજાર રૂપિયા પૂરા) ભરવાની મંજૂરી આપવામાં આવી.

આરોગ્‍ય શાખાઃ જર્જરીત સ્‍ટાફ ક્‍વાર્ટરના ૩ મકાન તથા ૧૨ જર્જરીત પેટા આરોગ્‍ય કેન્‍દ્રના મકાનોનું ડિમોલેશન કરવા મંજૂરી આપવામાં આવેલ છે. બાધકામના કુલ ૨૩ કામોના ટેન્‍ડર કુલ રૂ. ૨૧,૪૧,૪૮,૫૨૧/- (એકવીસ કરોડ એકતાલીસ લાખ અડતાલીસ હજાર પાંચસો એકવીસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્‍યા.

સિંચાઇના કુલ ૭ કામોના ટેન્‍ડર કુલ રૂ.૧,૬૯,૯૯,૪૬૦/- (એક કરોડ ઓગણસિત્તેર લાખ નવ્‍વાણુ હજાર ચારસો સાઇઠ રૂપિયા પૂરા) તથા કુલ ૬ કામોની વહીવટી મંજૂરી કુલ રૂ.૨,૩૭,૫૯,૦૦૦/- (બે કરોડ સાડત્રીસ લાખ ઓગણસાઇઠ હજાર રૂપિયા પૂરા) આમ, સિંચાઇના કુલ ૧૩ કામો કુલ ૪,૦૭,૫૮,૪૬૦/-(ચાર કરોડ સાત લાખ અઠ્ઠાવન હજાર ચારસો સાઇઠ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્‍યા.

આમ, કુલ ૩૮ કામો રૂ. ૨૫,૫૧,૧૬,૯૮૧ (પચ્‍ચીસ કરોડ એકાવન લાખ સોળ હજાર નવસો એકયાસી રૂપિયા પૂરા)ના સિંચાઇ અને બાંધકામ કામોના ટેન્‍ડર તેમજ વહીવટી મંજૂરી, પંચાયત શાખાને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની સભ્‍ય ફી તથા અનુદાનની રકમ ભરવાની મંજૂરી તથા આરોગ્‍ય શાખાને જર્જરીત સ્‍ટાફ ક્‍વાર્ટરના મકાન તથા પેટા આરોગ્‍ય કેન્‍દ્રના મકાનોનું ડિમોલેશન કરવા મંજૂરી આપવામાં આવેલ છે.

તેમજ આજની બેઠકમાં અધ્‍યક્ષશ્રી પી.જી. કયાડા, સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, પ્રિયંક ગલચર અને જય ગોસ્‍વામી હાજર રહયા હતા.

(3:14 PM IST)