<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સ્પાની આડમાં કુટણખાનું ચલાવતો સંચાલક અને ટેલીકોલરની ધરપકડ

એન્ટી હ્ય્યુમન ટ્રાફીકીંગના પી. આઇ.. બી. એમ. ઝણકાટ તથા ટીમનો દરોડોઃ સંચાલક વિક્રમ વિશ્વકર્મા અને નિર્મલા ટમટાને પકડી રૃા. ૭૨ હજારની માલમતા કબ્જે કરી

રાજકોટ, તા.૬: નાના મોૈવા મેઇન રોડ પર આર.કે.વીલા કોમ્પલેક્ષમાં આવેલા 'વેલ્વેટ વિસ્ટા સ્પા' ની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટી ટેલીકોલરને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નાના મોૈવા રોડ પર આર.કે. વીલા કોમ્પલેક્ષમાં આવેલા વેલ્વેટ વિસ્ટા સ્પા નામના સ્પામાં મસાજના બહાને કુટણખાનું ચાલતુ હોવાની બાતમી મળતા એન્ટી હ્ય્યુમન ટ્રાફીકીંગની ટીમના પી.આઇ.બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.કે.ગોસ્વામી સહિતના સ્ટાફે દરોડો પાડી સ્પામાં મસાજના બહાને કુટણખાનુ ચલાવતા વિક્રમ મહેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ. ૨૬) (રહે. બ્લુ લોટસ, જાનકીપાર્ક, કાલાવડ રોડ) અને ટેલીકોલર નિર્મલા રામસીંગભા ટમટા (ઉ.વ.૪૦) (રહે. મેઘમાયાનગર નાનામોૈવા રોડ) ને પકડી લઇ રોકડા રૃા. ૩૭,૦૦૦ તથા મોબાઇલ મળી રૃા. ૭૨૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં નાગાલેન્ડ અને પ.બંગાળથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ચાલતો હતો. અને ગ્રાહક પાસેથી રૃા.૨૫૦૦ લેવામાં આવતા હતા અને રૃા.૧૫૦૦ યુવતીને અને રૃા.૧૦૦૦ સ્પા સંચાલકને આપવામાં આવતા હતા. અને સ્પામાં એન્ટ્રી ફીના રૃા.૧૦૦૦ અલગથી લેવામાં આવતા હતા. આ અંગે સ્પા સંચાલક અને ટેલીકોલરને માલવીયા નગર પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. આ કામગીરી પી.એસ.આઇ.  એ.કે.ગોસ્વામી , હેડ.કોન્સ. હરસુખભાઇ વાછાણી, હેડ.કોન્સ. મહમદઆરીફ અંસારી, કોન્સ. હસમુખભાઇ બાલધા, મહિલા કોન્સ. ભુમીકાબેન ઠાકર, કોન્સ. મહેશ ગણેશપ્રસાદ, મહિલા લોકરક્ષક જયોતીબેન બાબરીયા, દ્વારા કરવામાં આવી હતી.

(3:47 PM IST)