તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 6th October 2025
અપના બજારની વાર્ષિક સભાઃ ૩૧ લાખ ૪પ હજારનો નફો જાહેરઃ ઠરાવો પસાર

રાજકોટઃ પના બજારનો વર્ષ ર૦ર૪-રપ ના સમયનો આર્થિક ચિતાર સભાસદો સમક્ષ કરવા મળેલી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં યોજાઇ. ૧૯૬૩ થી સહકારી યાત્રા શરૂ થઇ, બીજ-માંથી વટવૃક્ષ પામેલી ઉંમરની દ્રષ્ટિએ સિનિયર સિટીઝન ‘‘વયસ્ક'' આ સંસ્થા ૬ર વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. મીટીંગમાં ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઇસ ચેરમેન દિપક ચાવડાએ ગત નાણાકીય વર્ષના લેખાજોખાના કરેલ. ‘‘ નહીં નફો નહીં નુકશાન'' ના ઉમદા આશયથી, સભાસદ મેલા, પુસ્તક શોધક જ્ઞાનગંગા પરબ-વિસરાતી જતી સાહિત્ય પ્રવૃતિને વેગ મળે સાહિત્ય રસને પુનઃ જાગૃતિ મળે, સભાસદ સંપર્ક જળાયેલ રહે તેવું દ્વિ-માસિક અપના ન્યુઝ, બજાર -વ્યૂઝ ઇ-પેપર, પ્રસારણ વોકલ ફો લોકલ સૂત્રને મજબૂતી મળે તે અભિયાન સ્વદેશી હાટ, મેડિકલ સહાય માટે હોસ્પિટલો સાથે સભાસદો માટે કલ્યાણકારી કરારો, નિઃશુલ્ક નિદાન કેમ્પ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં સંસ્થાના ડિરેકટર મહેન્દ્રભાઇ શેઠ, અરવિંદભાઇ સોજીત્રા, વિક્રમસિંહ પરમાર, મહેશભાઇ કોટક, જિગ્નાબેન પટેલએ ઉપર ઉપસ્થિત રહેલ. સભાનું સંચાલન ડિરેકટર નયનાબેન મકવાણાએ કરેલ .
(4:03 PM IST)










