News of Monday, 6th October 2025
નોકરીએ જવા માટે નીકળેલા પોસ્ટમેનનું હૃદય બેસી જતાં મોત
મુળ શિવરાજગઢના ઉકાભાઇ દાફડા હાલ રાજકોટ દિકરાને ત્યાં રહેતાં હતાં: ગોંડલ રોડ બ્રીજ નીચે બનાવ

રાજકોટ તા. ૬: ગોંડલના શીવરાજગઢ ગામે રહેતાં ઉકાભાઇ ડાયાભાઇ દાફડા (ઉ.વ.૫૮) હાલ રાજકોટના વાવડી ગામે પોતાના દિકરા અજયભાઇ દાફડાના ઘરે આવ્યા હોઇ સવારે ચાલીને ગોંડલ રોડ ચોકડી બ્રીજી પાસે આવ્યા ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આજીડેમ પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. ઉકાભાઇને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પોતે શિવરાજગઢ ગામે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં હોઇ અપડાઉન કરતાં હતાં. સવારે નોકરીએ જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
(4:05 PM IST)










