<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

રઘુકુળ મેરેજ બ્‍યુરો દ્વારા ૧૨મીએ નિઃશુલ્‍ક વેવિશાળ પરિચય સંમેલનઃ ૪૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે

બુધવાર સુધીમાં નામ નોંધાવી દેવા, સ્‍પોટ રજીસ્‍ટ્રેશન રાખવામાં આવેલ નથી

રાજકોટઃ સમગ્ર લોહાણા સમાજ માટે વેવિશાળ અંગે માહિતી આદાન-પ્રદાન કરતી સંસ્‍થા રઘુકુળ મેરેજ બ્‍યુરો, (૩-ભીડભંજન શેરી દાણપીઠ પાસે, રાજકોટ) દર રવિવારે સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ રઘુવંશી સમાજ માટે ૧૦-વેવિશાળ સંમેલનનું આયોજન થયેલ હોવાનું સંસ્‍થાએ યાદીમાં જણાવાયું છે.

સંસ્‍થા દ્વારા સમગ્ર રઘુવંશી સમાજનાં હાયર એજ્‍યુકેશન ધરાવતા ઉમેદવારો માટે તા.૧૨ને રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી વેવિશાળ પરિચય સંમેલનનું આયોજન ગીરીરાજ મલ્‍ટીક્‍યુઝીન રેસ્‍ટોરન્‍ટ, કાલાવડ રોડ, મોટા મવા, જલારામ ફુડ કોર્ટની બાજુમાં, પોલીસ સ્‍ટેશન પાસે, રાજકોટ ખાતે થયેલ છે.

પરિચય સંમેલનમાં ફક્‍ત લોહાણા જ્ઞાતિના તા.૦૧/૦૧/૧૯૯૨ પછી જન્‍મ દિવસ હોય તેવા સી.એ., એમ.બી.એ., ડોક્‍ટર, એડવોકેટ, એન્‍જીજીયર વિગેરે હાયર એજ્‍યુકેશન ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સામાન્‍ય ગ્રેજ્‍યુએટ અથવા અંડર ગ્રેજ્‍યુએટ યુવકો ભાગ લઈ શકશે નહીં. યુવતીઓનો ઓછો અભ્‍યાસ હશે તો પણ એન્‍ટ્રી સ્‍વીકારવામાં આવશે. કોઈપણ જાતનો સ્‍ટેઈજ પ્રોગ્રામ રાખેલ નથી. ડાયરેક્‍ટ ગ્રુપવાઈઝ મીટીંગનું આયોજન થયેલ છે.

કોઈપણ ઉમેદવારે ફોર્મ ભરવાની જરૂર નથી ફક્‍ત મો.૯૮૨૪૨ ૧૧૧૫૨ ઉપર બાયોડેટા અશોકભાઈ કુંડલીયાને તા.૮ સુધીમાં વોટસએપ દ્વારા મોકલવાની રહેશે. સ્‍પોટ રજીસ્‍ટ્રેશન રાખવામાં આવેલ ન હોવાનું યાદીમાં જણાવાયું છે.

પરિચય સંમેલનને સફળ બનાવવા માટે રઘુકુળ મેરેજ બ્‍યુરોના ચેરમેન અશોકભાઈ કુંડલીયા, નવીનભાઈ જોબનપુત્રા, રમેશભાઈ દાસાણી, મોન્‍ટુભાઈ અનડકટ, લક્ષ્મીદાસભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ પુજારા, દિલીપભાઈ કુંડલીયા, વિજયભાઈ જોબનપુત્રા, સાકેતભાઈ કુંડલીયા, નીલમબેન કારીયા, ફાલ્‍ગુનીબેન હીંડોચા, ધારાબેન કુંડલીયા, મીનાબેન જોબનપુત્રા, દીપ્‍તીબેન કારીયા, જાનવીબેન કુંડલીયા, પરેશભાઈ પોપટ, હીતેષભાઈ ચોટાઈ, નેહાબેન રાચ્‍છ, શૈલેષભાઈ સોનછાત્રા, ભાવનાબેન કુંડલીયા, નિલેશભાઈ રૂપારેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અશોકભાઈ કુંડલીયા, રાકેશભાઈ દાસાણી, નિલેશભાઈ રૂપારેલીયા, નવિનભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ સોનછાત્રા, ભાવનાબેન કુંડલીયા, નેહાબેન રાચ્‍છ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:09 PM IST)