તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 6th October 2025
કડવા પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે શરદોત્સવઃ દુધ-પૌવાની રંગત માણશે
૨૫ હજાર પાટીદાર પરિવાર માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા સેકન્ડ રીંગ રોડ કલબ યુવી ગ્રાઉન્ડમાં બેનમૂન આયોજન હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલ ઉર્વશીબેન રાદડીયા,જોય અઘેરા સહીતના કલાકારો રમઝટ બોલાવશેઃ ગણતરીની મીનીટોમાં જ ૩૦ હજાર લોકોને દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થાઃ સ્વર્ગસ્થ પાટીદારોના સ્મરણાર્થે રકતદાન કેમ્પ

રાજકોટઃ ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. ૭ ને મંગળવારે ર૧ મો શરદોત્સવ કલબ યુવી ગરબીવાળુ ગ્રાઉન્ડ, સેકન્ડ રીંગ રોડ, કોકોનેટ પાર્ટી પ્લોટ સામે, પરસાણા ચોક ખાતે યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતીક તેમજ હાસ્યરસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદારોના સ્મરણાર્થે રકતદાન કેમ્પ યોજાશે.
શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે રપ,૦૦૦ કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપીવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, તેમજ દિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી અરવિંદભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવિયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, વલ્લભભાઈ વડાલીયા. જીવનભાઈ ગોવાણી, મનસુખભાઈ પાણ. બીપીનભાઈ હદવાણી, મુળજીભાઈ ભીમાણી, નાથાભાઈ કાલરીયા, કે.બી.વાછાણી, ધીરૂભાઈ ડઢાણીયા, ચંદુભાઈ ખાનપરા, અશોકભાઈ વૈશ્નાણી, કેતનભાઈ ધુલેશીયા, પ્રવિણભાઈ ગરાળાના હસ્તે થશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદારો સ્વ. મેઘજીભાઈ પુંજાભાઈ પટેલ, સ્વ. અરવિંદભાઈ જીવાણી, સ્વ. ડો. શિવ કિર્તીભાઈ પટેલ ના સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંક તથા જીવનદિપ બ્લડ બેંકના ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં દાતાઓના પરિવાર ઉપસ્થિત રહેશે.
ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ મનસુખભાઈ ભાલોડીયા, મંત્રી મહેશભાઈ ભુવા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ વડાલીયા, હરીભાઈ કલોલા, પ્રવણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા એ જણાવ્યુ છે કે કડવા પાટીદાર સમાજ માટે આગામી તા.૭ મંગળવારે યોજાનારા ૨૧ માં શરદોત્સવ માટે કોઇપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પરિવારો સામુહીક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવુ આયોજન કરાયુ છે. આ શબ્દોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી ઉર્વશીબેન રાદડીયા લોક ગાયીકા, વિજય રાવલ હાસ્ય કલાકાર, જોય અઘેરા લોક સાહીત્કાર દ્રારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસ ની રંગત જામશે. અંદાજે ૩૦હજાર થી વધુ જન મેદની ને ગણતરીની મીનીટોમાં દુધ પીવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દુધ પૌવાના દાતા તરીકે પટેલ મેટલ કોર્પોરેશનના ભરતભાઈ ડેડાણીયા તથા પતંગ હેમીલી રીસોર્ટના અમરભાઈ ડેડાણીયા નો સહયોગ પ્રાપ્ત થયો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગી ટ્રસ્ટીઓ સી.એન.જાવીયા, નાગજીભાઈ ડઢાણીયા, રાજુભાઈ મણવર, જી.સી. પટેલ, નટુભાઈ મકવાણા, જેન્તીભાઈ મારડીયા, સંજય ખીરસરીયા, પિયુષ સીતાપરા, પારસ માકડીયા, રમેશભાઈ કણસાગરા, ચંદ્રેશ સવસાણી, સહીત સમગ્ર કારોબારી સભ્યો ની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:10 PM IST)










