<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

કાલે વાંકાનેરના રામધામ મુકામે નિઃશૂલ્‍ક પરીચય મેળો

શ્રી રામધામ ટ્રસ્‍ટનું આયોજનઃ રાજકોટથી વાહનની વ્‍યવસ્‍થાઃ ઓન ધ સ્‍પોટ રજીસ્‍ટ્રેશન

રાજકોટઃ આવતી કાલે મંગળવારને ચંદ્રની શીતળતામાં શરદપૂનમનાં દિવસે શ્રી રામધામ ટ્રસ્‍ટ દ્વારા રઘુવંશી સમાજનુ આસ્‍થા શકિત સમર્પણના ભાવથી જીતુભાઇ સોમાણી (ધારાસભ્‍ય) જેના સ્‍વપ્‍નદ્રષ્‍ટા છે. તેવા રામધામ મુકામે રઘુવંશી સમાજ માટે કરેલ પરિચય મેળાનું નિઃશૂલ્‍ક આયોજન કાયક્રમ છે. જેમાં દેશભરમાંથી દીકરા દીકરીઓ ભાગ લેવાનાં છે. બપોરે ૨ વાગ્‍યાથી શરૂ થશે આજ દિવસે રાત્રીના શરદપૂનમનો કાર્યક્રમ રાખેલ હોવાનું જણાવાયું છે.

શ્રી રામધામ ટ્રસ્‍ટ (જાલીડા તા. વાંકાનેર જીલ્લો મોરબી) આયોજીત આ કાર્યક્રમ માટે રામધામ ટ્રસ્‍ટ તરફથી રાજકોટથી રાજકોટની વાહન વ્‍યયવસ્‍થા કરેલ છે.

જેના માટે મયંકભાઇ પાઉ ૯૮૨૫૨ ૩૬૯૪૭નો સંપર્ક કરવો. સ્‍પોર્ટ ફ્રી રજીસ્‍ટ્રેશન માટે મયંકભાઇ પાઉ મેહુલભાઇ નથવાણી, કીરીટભાઇ કેસરીયા ૯૮૨૪૨ ૨૪૨૭૦ અને જાગૃતિબેન ખીમાણી ૭૮૭૮૦ ૩૬૧૪૧  સોનલબેન સોમૈયાનો સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(4:10 PM IST)