<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

રાજકોટ તાલુકાના ધમાલપરમાં પુરવઠાનો દરોડો ૭પ હજાર લીટર શંકાસ્‍પદ પેટ્રોલીયમ જથ્‍થો સીઝ

વસીલા પેટ્રોલીયમમાં બહારથી જથ્‍થો આવ્‍યો'તોઃ FSLમાં નમુના મોકલાયા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી ઝાપડાએ ચોકકસ બાતમી બાદ પોતાના ઇન્‍સ્‍પેકટરોને સાથે રાખી શનિવારે ધમાલપરમાં રાજકોટ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં દરોડો પાડી શંકાસ્‍પદ - જણાતો ૧પ હજાર લીટર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્‍થો સીઝ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડીએસઓ શ્રી ઝાપડાએ ‘અકિલા' ને જણાવ્‍યું હતું કે વસીલા પેટ્રોલીયમમાં તપાસ હાથ ધરાઇ હતી, જેમાં આ શંકાસ્‍પદ જથ્‍થો પકડાયો હતો, આ જથ્‍થાના નમુના લઇ એફએસએલ.માં મોકલાશે, એલડીઓ છે કે અન્‍ય પેટ્રોલીયમ વસ્‍તુ તે બાદમાં ફાઇનલ કરાશે, હાલ લાખોની કિંમતનો આ જથ્‍થો સીઝ કરી દેવાયો છે. (પ-ર૧)

(4:16 PM IST)