<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

લેન્‍ડગ્રેબીંગ, જુગાર અને સજાના વોરંટમાં નાસતા ફરતા વિરલ,કેવલ અને સુરેશ પકડાયા

પેરોલ ફરલો સ્‍કોડે જુદા જુદા ગુનામાં સામેલ ત્રણને દબોચ્‍યા

રાજકોટઃ તા.૬, શહેરના અલગ-અલગ વિસ્‍તારમા઼ જુદા-જુદા ત્રણ ગુનામાં નાસતા ફરતા ત્રણ શખ્‍સોને પેરોલ ફરલો  સ્‍કોડે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ   કમિશ્‍નર શ્રી બ્રિજેશ ઝાની સૂચનાથી પેરોલ ફરલો સ્‍કોડના પી.આઇ. બી.એમ.ઝણકાર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. તેરૈયા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ લેન્‍ડગ્રેબીંગના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા વિરલ છગનભાઇ ભટ્ટી (ઉ.વ.પ૦) (રહે. મુળ શાષાીનગર, અજમેરા બ્‍લોક નં. ઇ-૮૩, નાનામવા રોડ,) હાલ સુરત કરમલા ઓલયાડમાં સુંદરમ વિલા બ્‍લોક નં.-૩૪) ને સૂરતથી પકડી લીધો હતો.

ત્‍યારબાદ જુનાગઢના વંથલી પોલીસ મથકના જુગારના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા સુરેશ વિઠ્ઠલદાસભાઇ મદાણી (રહે. ઇન્‍દીરા સર્કલ પાસે,  મહાલક્ષ્મીનગર શેરી નં. ૪) ને તેમજ નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટના ગુનામાં ફરાર કેવલ પ્રવિણભાઇ કાપડીયા (રહે.: થોરાળાના શ્‍યામનગર સોસાયટી-ર) ને પકડી લઇ થોરાળા પોલીસને સોપવામાં આવ્‍યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે. જી. તેરૈયા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.   

(4:16 PM IST)