તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Monday, 6th October 2025
લાભદીપ સોસાયટીમાં પાણી ભરતી વખતે વીજકરંટ લાગતા જયશ્રીબેનનું મોત
દીકરી બહારથી ઘરમાં આવતા માતાને બેભાન હાલતમાં પડેલા જોઇ દેકારો મચાવ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ, તા.૬: મવડી ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં પાણી ભરતી વખતે વીજકરંટ લાગતા મહિલાનું નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન મીતેષભાઇ કોઠીયા (ઉ.વ.૪૫) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે બપોરના સમયે નળ આવતા ઇલેકટ્રીક મોટર ચાલુ કર્યા બાદ પાણી ભરતા હતા. ત્યારે એકાએક કરંટ લાગતા જયશ્રીબેન બેભાન થઇ ગયા હતા. તેની દીકરી બહારથી ઘરમાં આવતા માતાને બેભાન હાલતમાં પડેલા જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કોઠારિયા ચોકડી પાસે કારખાનુ ધરાવે છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસના એ.એસ.આઇ. નીલેશભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી. (૩.૧૪)
(4:32 PM IST)










