News of Monday, 6th October 2025
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હેડશીપ રોટેશનમાં નિયમભંગ!
SC, ST અને OBC સમાજને નૂકશાનઃ કોંગ્રેસ દ્વારા કુલપતિને આવેદન

રાજકોટ તા.૬: ગુજરાત કોંગ્રેસ સમિતીના જનરલ સેક્રેટરી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકરોએ સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હેડશીપ બાય રોટેશનમાં અન્યાય અંગે રજુઆત કરી કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેડશીપ બાય રોટેશનનું અમલીકરણ કરવામાં આવ્યું જેમાં માત્ર ૫ ભવનના અધ્યક્ષને બદલીને અન્યને ચાર્જ સોપવામાં આવ્યો, આ અમલીકરણ ખોટી રીતે કરવામાં આવ્યું અને ખાસ S.C., S.T. અને OBC સમાજને અન્યાય થાય એવું પગલું ભરવામાં આવ્યુ છે. આ અંગે યોગ્ય નિર્ણય લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશીપ બાય રોટેશન અને EC, AC અને BOMમાં S.C., S.T. અને OBC સમાજને અન્યાય થયો છે તે અંગે રજૂઆત છે.
પ્રોબેશન સમયગાળાના અંતે, પ્રોફેસરના કાર્યનું મુલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાકંન માટે એક ખાસ સમીક્ષા સમિતિ EC અને BOM હોય છે. આપે EC અને BOM ની ભલામણ વગર એક વર્ષ પૂર્ણ થયા પહેલા તેમને ૫ વર્ષ માટે હેડ બનાવી સ્ટેચ્યુટનો ભંગ કરેલ છે.
આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશીપ બાય રોટેશન પરત ખેંચવું અને EC, AC અને BOMમાં સમાજના દરેક વર્ગને પ્રતિનિધત્વ આપવા સત્વરે યોગ્ય કરવું. S.C., S.T. અને OBC સમાજને અન્યાય થયો છે તે બાબતે ત્વરિત પગલા લઈને દરેકને સમાન ન્યાય મળી રહે તે સુનિヘતિ કરવામાં આવે તેવી માંગ કરી છે.
(4:23 PM IST)










