News of Monday, 6th October 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BOM-ECમાં ૩૧ ડીસે. સુધીમાં નિમણુંક કરવા કોર્ટમાં સ્વીકાર્યુ
ડો.નિદત બારોટની ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરતા આખરે નિમણુંકનો માર્ગ ખુલ્યો

રાજકોટ, તા., ૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કાઉન્સીલમાં સભ્યોની નિમણુંક ન થતા કોંગ્રેસના આગેવાન ડો. નિદત બારોટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી. આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૩૧ ડીસેમ્બર ર૦રપ સુધીમાં નિમણુંક કરવાની લેખીતમાં બાહેધરી આપતા હવે નિમણુંકનો માર્ગ ખુલ્યો છે.
ગુજરાત હાઇકોર્ટ એસ.સી.એ.નં.-૧૦૩૪૭/૨૦૨૫ ડો.નિદતભાઈ બારોટ વિરુધ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોર્ટ કેસમાં ડો.નિદતભાઈ બારોટ દ્વારા ગુજરાત કોમન/યુનિવર્સિટી એક્ટ-૨૦૨૩ અને સ્ટેચ્યુટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીકયુટીવ કાઉન્સીલમાં નિમણુંક બાબતે નામદાર કોર્ટમાં કેસ ફાઈલ કરેલ છે. ગુજરાત કોમન/યુનિવર્સિટી એક્ટ-૨૦૨૩ અને સ્ટેચ્યુટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીકયુટીવ કાઉન્સીલમાં નિમણુંકની કાર્યવાહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ હાલ કાર્યરત છે. સદર કાર્યવાહી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં યુનિવર્સિટી કક્ષાએ પૂરી કરવામાં આવશે જે કોર્ટના ધ્યાને મુકવામાં આવશે. (૪.૧૬)
(4:24 PM IST)










