<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

રાજકોટ શહેર-જીલ્લામાં વિકાસ સપ્‍તાહનો પ્રારંભઃ કાલે યુવા વર્ગને રોજગાર લેટર અપાશેઃ તા. ૧૦ના ઉદ્યોગ મેળા

સરધાર-કસ્‍તુરબાધામ-સણોસરા ખાતેથી વિકાસ સપ્‍તાહનો પ્રારંભ કરાશે : પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ

રાજકોટ તા. ૭: ઓકટોબર - દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તા. ૦૭ ઓક્‍ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્‍યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્‍યો હતો. ત્‍યારથી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ, તેને તા. ૦૭ ઓક્‍ટોબર, આજે ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતની જનહિતકારી સુશાસનની ગાથા જન-જન સુધી ઉજાગર કરવા આજથી તા. ૧૫ ઓક્‍ટોબર સુધી સમગ્ર રાજ્‍યમાં વિકાસ સપ્‍તાહની ઉમંગભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવશે. આજે સરધાર ખાતેથી વિકાસ સપ્‍તાહના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે ત્‍યારબાદ કસ્‍તુરબાધામ તથા સણોસરા ગામ ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવશે.

વિકાસ સપ્તાહ દરમિયાન આજ રોજ યુવા સશક્‍તિકરણ દિવસ નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા ક્‍વિઝ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા, વકતળત્‍વ સ્‍પર્ધા યોજાશે.આવતીકાલે શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત યુવાનોને રોજગાર એનાયત પત્ર વિતરણ અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્‍લેસમેન્‍ટ ઓફર પત્રનું વિતરણ કરાશે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ દિવસ નિમિત્તે ટેક હોમ રાશન, સરગવા અને મિલેટથી બનતી વાનગીઓનું નીદર્શન કરાશે. ઉપરાંત, તા. ૦૯ અને તા. ૧૦ના રોજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે ઉદ્યમિતા સહાય મેળા, વેન્‍ડર ડેવલપમેન્‍ટ કાર્યક્રમ, રીવર્સ બાયર્સ સેલર મીટ, સ્‍ટાર્ટઅપ હેકાથોન, સ્‍ટાર્ટઅપ્‍સ દ્વારા પિચિંગ સેશન, ઉદ્યોગ સાહસિકોના ઉત્‍પાદનોના પ્રદર્શનનું આયોજન કરાયું છે.

આ સિવાય, તા. ૧૧ના રોજ પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોનું સન્‍માન, વિકાસ રથનું આયોજન, સરકારી સંસ્‍થાઓમાં ‘‘સ્‍વચ્‍છતા શપથ''નું આયોજન કરાયું છે. તા.૧૨ અને તા. ૧૩ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના સહયોગથી સ્‍વદેશી મેળા, જાહેર સ્‍થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવાનું આયોજન છે. તા. ૧૪ના રોજ કળષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ દ્વારા કળષિ વિકાસ દિન નિમિત્તે રવિ કળષિ મહોત્‍સવનો શુભારંભ, પાક પરિસંવાદો, કળષિ પ્રદર્શનો, પશુ આરોગ્‍ય મેળા યોજાશે, તેમજ તા. ૧૫ના રોજ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

(11:26 AM IST)