<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ભારતનગર આવાસના કવાર્ટરમાં બીમારીથી કંટાળી દીલીપભાઇનો ફાંસો ખાઇ આપઘાત

પુનમની ગરબીમાંથી પરિવારજનો ઘરે આવતા યુવાન લટકતી હાલતમાં જોતા દેકારો મચાવ્‍યો

રાજકોટ તા.૭: ભારતનગર મુખ્‍યમંત્રી આવાસ યોજના કવાર્ટરમાં બીમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ભારતનગર મુખ્‍યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં એ-૨૧૧માં રહેતા દિલીપભાઇ કાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૩)એ પોતાના ઘરે દુપટ્ટો બારીની લોખંડની જાળી સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ગઇકાલે પુનમ હોય તેથી પરિવારજનો કવાર્ટરમાં ગરબીમાંથી પરત આવતા દીલીપભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી. વિજયભાઇ ગઢવીએ સ્‍થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસના એ.એસ.આઇ. નીલેશભાઇ ચાવડા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હથધરી હતી. પોલીસની તપાસમાં મૃતક દિલીપભાઇને લીવર, ફેફસાની બીમારીના કારણે તેને દોશી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. બે દિવસ પહેલા જ હોસ્‍પિટલમાંથી રજા આપ્‍યા બાદ ગઇકાલે તેણે આ પગલુ ભરી લીધુ હતું.(૨.૧૮)

(4:08 PM IST)