<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસ કડક પગલા ભરે : સામાજીક કાર્યકરોની માંગણી

 

રાજકોટ તા. ૭ : સામાજીક કાર્યકર જીત ખોપકર અને સાથી કાર્યકરોએ પોલીસ કમિશ્‍નરને આવેદનપત્ર પાઠવી કાળા કાચવાળી ગાડીઓની આડમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક પગલા ભરવા માંગણી ઉઠાવી છે.

નામદાર હાઇકોર્ટના નિર્દેષો ધ્‍યાને લઇને હેલ્‍મેટ ન પહેરનાર સામે કાર્યવાહી કરાઇ હતી, તો ગાડીના કાચ પર બ્‍લેક ફિલ્‍મ લગાડવા પર પણ કોર્ટે જ પ્રતિબંધ લાદયો છે છતા તેમની સામે કેમ આંખ મિચામણા થાય છે. કાળા કાચવાળી ગાડીઓમાં નંબર પ્‍લેટ પણ હોતી નથી. શારીરિક શોષણ, અપહરણ જેવા ગંભીર ગુન્‍હા આચરવાના ઇરાદા રાખનારાઓની ગાડીઓમાંથી કાળા કાચ હટાવી લેવા તાકીદના પગલા ભરવા જીત ખોયકર (મો.૮૭૮૦૦ ૫૭૨૪૭), અરયાન મશરૂ, મયંક મુંજારીયા, વૈભવ ટંકારીયાએ માંગણી ઉઠાવી છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૩)

(3:43 PM IST)