News of Tuesday, 7th October 2025
નાણાવટી ચોકમાં બ્લીસ સ્પામાં દિલ્હી, પંજાબ, રાજકોટની લલનાઓ રાખી ત્રણ મહિનાથી ચલાવાતુ હતું કૂટણખાનુ
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા વધુ એક સ્પામાં ચાલી રહેલા લોહીના વેપલાના પર્દાફાશ રિસેપ્સનીસ્ટ ટેલીકોલર એકતા વાઘેલા, ગુરમીત કોૈર અને હનુમાન મઢી શીવપરાના ગ્રાહક મિલન પરમારની ધરપકડઃ સ્પા માલિક રાહુલ સાંડપાની શોધખોળઃ પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ બી. બી. જાડેજા અને ટીમની કાર્યવાહી ગ્રાહક મિલન પરમારે પહેલી જ વખત આવ્યો હોઇ લલનાને રૂા. ૧૧૫૦૦ ચુકવ્યા હતાં: એન્ટ્રી ફી ૧૦૦૦ લેવાતી પછી રૂમમાં યુવતિઓ પોતાની રીતે જ ભાવતાલ કરતી હતી

રાજકોટ તા. ૭: શહેરમાં સ્પાની આડમાં ધમધમતું વધુ એક કૂટણખાનુ ઝડપાઇગયું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીના ખુણે બ્લીસ સ્પામાં દરોડો પાડી રિસેપ્સનીસ્ટ, ટેલીકોલર બે યુવતિ અને હનુમાન મઢી શીવપરાના ગ્રાહક યુવાનને ઝડપી લીધા હતાં. સંચાલક હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્પામાં રાજકોટ, દિલ્હી, પંજાબ, મિઝોરમની યુવતિઓ રાખી દેહવેપલો કરાવાતો હતો. એન્ટ્રી ફીના ૧૦૦૦ લઇ બાદમાં યુવતિઓ ગ્રાહક દીઠ રૂપિયા વસુલતી હતી. શિવપરાના યુવાને દેહસંબંધ બાંધવા યુવતિને રૂા. ૧૧૫૦૦ ચુકવ્યા હતાં. ત્રણ મહિનાથી આ સ્પામાં લોહીનો વેપલો ચાલુ થયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
આ અંગે એએચટીયુના હેડકોનસ. હસમુખભાઇએ ફરિયાદી બની જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ શ્રી અરિહંત ફલેટ નં. ૩૦૨માં રહેતાં સ્પા સંચાલક રાહુલ આલાભાઇ સાંડપા, આંબેડકરનગર-૧/૬ના ખુણે ગાયત્રી મંદિર સામે રહેતી એકતા ધીરૂભાઇ વાઘેલા, રૈયા રોડ હનુમાન મઢી સદ્દગુરૂ કોમ્પલેક્ષ-૧માં રહેતી ગુરપ્રીત કોૈર અને હનુમાન મઢી પાછળ શિવપરા-૧માં રહેતાં મિલન સુરેશભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નાણાવટી ચોકમાં આવેલા બ્લીસ સ્પામાં છોકરીઓ રાખી સ્પા મસાજના નામે દેહવેપાર કરાવવામાં આવી રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડયો હતો. કાઉન્ટર પર બે યુવતિ હાજર હોઇ તેના નામ પુછતાં પોતે રિસેપ્સનીસ્ટ-ટેલીકોલર તરીકે કામ કરતી હોવાનું અને પોતાનું નામ એકતા ધીરૂભા વાઘેલા (આંબેડકરનગર) તથા ગુરપ્રીત કોૈર (હાલ હનુમાન મઢી, મુળ જાલંધર પંજાબ) જણાવ્યું હતું. તેમજ સ્પાના માલિક રાહુલ સાંડપા હોવાનું કહ્યું હતું. એક શખ્સ હાજર હતો તેણે પોતાનું નામ અસલમ ગુલમામદ બેગ હોવાનું અને લોઠડામાં રહેતો હોવાનું તથા સ્પામાં હાઉસ કીપીંગનું કામ કરતો હોવાનું કહ્યું હતું.
સ્પાના અલગ અલગ રૂમો ચેક કરતાં એક રૂમાંસ્ત્રી-પુરૂષ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિએ પોતે ૩૬ વર્ષની હોવાનું અને રાજકોટ મવડી વિસ્તારમાં રહેતી હોવાનું કહ્યું હતું. રૂમમાં ઉપયોગ થયેલો કોન્ડોમ મળ્યો હતો. યુવતિએ કહ્યું હતું કે આ કોન્ડોમ રિસેપ્સનીસ્ટ એકતાએ આપ્યો છે. રૂમમાં હાજર ગ્રાહક પાસેથી શરીર સંબંધ બાંધવાના રૂા. ૧૧૫૦૦ લીધા છે. આ ગ્રાહકને રૂમમાં એકતા અને ગુરપ્રીત કોૈરે મોકલ્યો હતો. જેમાંથી ૧૦૦૦ રૂપિયા સ્પા સંચાલકને આપવાના હોય છે. ગ્રાહકે પોતાનું નામ મિલન સુરેશભાઇ પરમાર (ઉ.વ.૩૦-રહે. હનુમાન મઢી પાછળ શિવપરા-૧) કહ્યું હતું. મિલને કહ્યું હતું કે પોતે સ્પામાં આવ્યો ત્યારે રૂમમાં હાજર યુવતિએ શરીર સંબંધ બાંધવાની હા કહેતાં પહેલા રૂા. ૪૦૦૦ અને બાદમાં ઓનલાઇન ૭૫૦૦ આપ્યા હતાં. એ પહેલા રિશેપ્શન ઉપર ૧૦૦૦ દીધા હતાં. પોતે પહેલી જ વખત મજા કરવા આવ્યો હોઇ આટલી રકમ ચુકવી દીધાનું તેણે રટણ કર્યુ હતું!
સ્પામાં અન્ય રૂમમાંથી ચાર યુવતિઓ મળી આવી હતી. જેમાં એક ૩૭ વર્ષની રાજકોટની, બીજી ૩૦ વર્ષની નવી દિલ્હીની, ત્રીજી ૨૨ વર્ષની પંજાબની, ચોથી ૩૦ વર્ષની મીઝોરમની હતી. આ રૂમમાંથી એક યુવાન પણ મળી આવ્યો હતો. જેણે પોતે થાનગઢનો હોવાનું અને મસાજ કરાવવા આવ્યાનું કહ્યું હતું. પોલીસે સ્પામાં દરોડા દરમિયાન રૂા. ૨૮૦૦ રોકડા, રૂા. ૪૫૦૦૦ના પાંચ મોબાઇલ ફોન મળી ૪૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્પા માલિક રાહુલ, યુવતિઓ એકતા, ગુરપ્રીત સાથે મળી યુવતિઓને સ્પામાં રાખી ગ્રાહકો બહારથી બોલાવી યુવતિઓ પાસેદેહવેપલો કરાવતી હોઇ ગુનો નોંધાયો હતો. એન્ટ્રી ફીના ૧૦૦૦ લઇ સ્પામાં કામ કરતી યુવતિઓ પાસે ગ્રાહક દિઠ રૂપિયા લેવડાવતાં હતાં. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ત્રણેક મહિનાથી રાહુલે આ સ્પામાં દેહવ્યાપાર ચાલુ કરાવ્યો હતો. તે ઝડપાયા બાદ વધુ વિગત ખુલશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગપ પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ બી. બી.. જાડેજા, પીએસઆઇ એ. કે. ગોસ્વામી, હેડકોન્સ. હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્સ. હસમુખભાઇ બાલધા, કોન્સ. ભુમિકાબેન ઠાકર, કોન્સ. મહેશ ગણેશપ્રસાદ, લોકરક્ષક જ્યોતિબેન બાબરીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૫)
(3:53 PM IST)










