તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
શરદપૂનમની પૂર્વસંધ્યાઍ ભારત વિકાસ પરિષદ દ્વારા શરદોત્સવ-૨૦૨૫ની ભવ્ય ઉજવણી
રાજકોટ મહાનગરની ૬ શાખાઓના ૧૫૦૦ સભ્યો ઉમટ્યાઃ ૧ લાખ વોલ્ટના સાઉન્ડ પર પારિવારિક માહોલમાં ગરબે ઘૂમ્યોઃ વિજેતાઓ પર ઈનામોની વણઝાર

રાજકોટઃ ભારત વિકાસ પરિષદ (બીવીપી) સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ મહાનગર દ્વારા નવરાત્રીને વિદાય આપવા અને શરદ ઋતુને આવકારવા નિમિત્તે તૃતીય ભવ્ય શરદોત્સવ ૨૦૨૫નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂનમની પૂર્વ સંધ્યાએ રાધે રાસ મહોત્સવ, રામ-મસાલા માર્કેટ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય રાસોત્સવ યોજાયો હતો.
રાજકોટ મહાનગરની આનંદનગર, રણછોડનગર, શ્રદ્ધાપાર્ક, નટરાજનગર, મવડી શાખા અને રામકૃષ્ણનગર શાખા સહિતની છ બ્રાંચના ૫૦૦ પરિવારોના અંદાજે ૧૫૦૦ જેટલા સભ્યોએ આ પારિવારિક માહોલના રાસોત્સવમાં મન મૂકીને ભાગ લીધો હતો. આયોજન સ્થળે ૧૨,૦૦૦ વાર જગ્યામાં ટુ લેયર કાર્પેટ બિછાવવામાં આવી હતી, અને ખેલૈયાઓએ એક લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમમાં ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો તેમ સંસ્થાની યાદી જણાવે છે.
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંપૂર્ણ પારિવારિક માહોલમાં થઈ હતી. ભારતમાતા, સ્વામી વિવેકાનંદ અને માતાજી સમક્ષ દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વંદેમાતરમ ગાન સાથે રાસોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ ભવ્ય શરદોત્સવમાં ભારત વિકાસ પરિષદના રિજીયોજન જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, રિજીયોજન ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી પ્રફુલભાઈ ગોસ્વામી, રિજીયોજનલ સેક્રેટરી નરેન્દ્રભાઈ ભાડલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના પ્રમુખ સંજયભાઈ કોટક, મહાસચિવ દિવ્યેશભાઈ સતાસીયા, પ્રાંત ઉપાધ્યક્ષ જેઠસુરભાઈ ગુજરીયા, મુખ્ય અતિથિ તરીકે રામભાઈ ગેરૈયા, પ્રતાપભાઈ પટેલ, અજીતસિંહ જાડેજા, વિક્રમભાઈ પુજારા, રમેશભાઈ ઠક્કર, તેમજ અરૂણભાઈ દવે, અતુલભાઈ જોશી અને ગિરિરાજસિંહ ઝાલાએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમના મુખ્ય સામાજિક અગ્રણી અને, સેન્ડી હોમ એપ્લાઈઝના હરિસિંગના સુચારિયા રહ્યા હતા, જેમણે તમામ સ્પર્ધકો માટે વિવિધ કેટેગરીમાં આકર્ષક ઈનામોની વણઝાર રાખી હતી. આ રાસોત્સવનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેની જવાબદારી ચિરાગભાઈ ગોસ્વામી અને ચિંતનભાઈ ગોસ્વામીએ સંભાળી હતી.
સમગ્ર કાર્યક્રમ ચંદ્રકાન્તભાઈ શેઠ, મિલન કોઠારી, વિનોદભાઈ લાઠીયા, ડોલીબેન લાઠીયા તથા શોભનાબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બીવીપીની ૬ બ્રાંચના સંયોજકો, પ્રમુખઓ અને મંત્રીશ્રીઓ સહિતના કારોબારી સદસ્યો રમેશભાઈ દતા, કિરીટભાઈ મૈયડ, મહેશભાઈ તળાવીયા, વિજયભાઈ કુંભારવાડીયા, ભરતભાઈ લીંબાસીયા, રમેશભાઈ લાઠીયા, મનોજભાઈ પુરોહિત, પ્રવિણભાઈ વસોયા, ચિરાગભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ કાથરોટિયા વગેરેએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન દીપકગિરિ ગોસાઈ અને કિરીટભાઈ મૈયડ દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:43 PM IST)










