તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 8th October 2025
સોનમ-નવનાત રાસોત્સવમાં ઇનામોનો વરસાદ
વણિક અને જૈન સમાજના હજારો ખેલૈયાઓના જોશ સામે નિર્ણાયકોને મીઠી મૂંઝવણઃ વિજેતા પ્રિન્સ-પ્રિન્સેસની જાહેરાત સાથે રાસોત્સવની શાનદાર પૂર્ણાહુતિ

રાજકોટઃ વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ-નવનાત ગરબા મહોત્સવનો મેગા ફાઇનલ ભવ્ય અને યાદગાર રહ્યો હતો. મેગા ફાઇનલમાં હાજર હજારો દર્શકો ખેલૈયાઓના અદ્વુત જોશ, કૌશલ્ય અને ગ્રાઉન્ડ પરની સુંદર વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હોવાનું સંસ્થાની યાદી જણાવે છે. આ રાસોત્સવના મેગા ફાઇનલમાં વિજેતા જાહેર થયેલા પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતના ખેલૈયાઓ પર ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઇનામ વિતરણ સાથે જ નવરાત્રિના આ ભવ્ય આયોજનની શાનદાર પૂર્ણાહુતિ થઈ હતી,
મેગા ફાઇનલને સફળ બનાવવા માટે આયોજકો ચંદ્રકાન્તભાઈ શેઠ (વિશ્વ વણિક સંગઠન) અને મિલન કોઠારી (જૈન વિઝન) તથા તેમની સમગ્ર ટીમને ઉપસ્થિત મહેમાનોએ અભિનંદન પાઠવ્યા હતા. મનીષભાઈ માંદેકા (રોલેક્ષ રિંગ ગ્રુપ), જયેશભાઇ શાહ (સોનમ ક્વાર્ટઝ), વિશ્વ વણિક સંગઠન ચેરમેન સી એમ શેઠ, પ્રીતિબેન સુનિલભાઈ શાહ, જૈન શ્રેષ્ઠી ઇન્દૂભાઈ બદાણી, વીતરાગ નેમિનાથ સંઘના પ્રમુખ ભરતભાઇ દોશી, મોર્ડન ગ્રુપના અક્ષીતભાઈ શેઠ સહિત અન્ય અનેક જૈન અને વણિક સમાજના અગ્રણીઓના હસ્તે સીનિયર અને કિડ્ઝ કેટેગરીના પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રેસના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેગા ફાઇનલમાં સીનીયર પ્રિન્સ કેટેગરીમાં એ ગ્રુપમાં અનુક્રમે સિદ્ધાર્થ દોશી, ભૌમિક શાહ, રવિ ગોડા, રક્ષિત વખારિયા અને પાર્થ ગોપાણી જ્યારે બી ગ્રુપમાં રચિત પારેખ, વ્યોમ લોટીયા, કેવલ ગોડા અને નિશાંત વોરાએ બાજી મારી હતી. સી ગ્રુપમાં પ્રથમ મહેતા, શિવમ શાહ, સચિન વોરા, વ્યોમ લોટીયા અને સચિન વોરા વિજેતા રહ્યા હતા. સીનીયર પ્રિન્સેસ તરીકે એ ગ્રુપમાં ધાર્મી ટોલિયા, પરીતા શેઠ, નિયતિ શેઠ, પ્રીષા વખારિયા અને તૃષ્ટિ શાહ વિજેતા બન્યા હતા. બી ગ્રુપમાં પ્રિયા ગોડા, લબ્ધી ખારા, મૈત્રી સંઘવી અને હેમાંગી દોશીએ સ્થાન મેળવ્યું હતું. સી ગ્રુપમાં ખુશાલી શેઠ, ખુશી દોશી, આયુષી ગાંધી, હેતવી વોરા, પૂજા દશાડીયા, તુલસી દફતરી અને ધારા દલાલ વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત, વેલડ્રેસમાં આયુષી ગાંધીને અને સ્પેશિયલ પ્રાઇઝ પવિત્રા કરચલીયાને મળ્યું હતું.
કિડ્ઝ પ્રિન્સ કેટેગરીમાં વંશ જૈન, મિત ગોયાણી, આયુષ મહેતા, દેવાંશ આશર અને કાવ્ય ગાંધી વિજેતા બન્યા હતા, જ્યારે કિડ્ઝ પ્રિન્સેસમાં દીક્ષા શાહ, જીનાલી કુરિયા અને અનાયા શેઠ વિજેતા જાહેર થયા હતા.
કોન્સોલેશન ઇનામો અંગના પારેખ, ખુશ્બુ ગાઠાણી, આરોહી મોદી, પૂર્વી ઝાટકીયા, સિયા વોરા, જાન્વી શાહ, દીક્ષા દસાડીયા, પવિત્રા કોઠારી, ધાર્મી મોદી અને નેન્સી મોદીને અપાયા હતા. કિડ્ઝ વેલડ્રેસનું ઇનામ પૂર્વી ઝાટકીયાને મળ્યું હતું.
વિશ્વ વણિક સંગઠનનાં ચંદ્રકાંતભાઈ શેઠ અને જૈન વિઝનનાં મિલન કોઠારીએ આ રાસોત્સવને સફળ બનાવવા બદલ તમામ ખેલૈયાઓ, સ્પોન્સર્સ, મીડિયા, સરકારી તંત્ર અને સમગ્ર નવનાત સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વિસામણ ગ્લોબલ સેલ્સ, સુરેશભાઈ અજમેરા, પિન્ટુભાઈ ખાટડી (ડી.વી.રાણા), શૈલેષભાઇ પાબારી (એસ.પી.), પ્રફુલભાઈ ગંગદેવ (જાગનાથ માર્બલ), એડવોકેટ વિશ્વાસભાઈ મહેતા, દાવત બેવરેજીસ, પ્રફુલભાઈ ધામી (ગૌતમ ગ્રુપ), એ..બી.સર્વિસીઝ, ગૌરાંગભાઈ શાહ આઈ.ટી., કેતનભાઈ દોશી (કે.ડી- વર્ઝન કોમ્પ્યુટર), વી.એન.એસ.વાલજી નથવાણી એન્ડ સન્સ, મણીભદ્ર ડ્રેસીસ, ઉત્તમ બ્યુટીકેશન સહિતના દાતાઓએ સહયોગ આપેલ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
(2:50 PM IST)










