<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રાષ્‍ટ્રીય સુરક્ષા, સાગર સુરક્ષા અંગેની રણનીતિની તાકીદની સમીક્ષા થઇ

દબાણો દૂર થયા બાદ, ફરી દબાણ ન થાય તે માટેની જવાબદારી સુપ્રત કરતા રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ : રેઢા ટાપુઓ અંગે સરપ્રાઇઝ ચેકીંગ, દરિયા કાંઠે રહેતા લોકોને વિશેષ તાલીમ આપી દેશ હિતમાં પોલીસ સાથે જોડવાના પ્રયાસો કેટલા સફળ રહ્યા ? એસપી જયરાજસિંહ વાળા વિગેરે સાથે બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા.૮: સૌરાષ્‍ટ્રના વિશાળ સાગરકાંઠાની રાષ્‍ટ્રીય સુરક્ષા સંદર્ભે ઉતર સૌરાષ્‍ટ્રના વડા અર્થાત્‌ રાજકોટ રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા એસપી જયરાજસિંહ વાળા સહિતના અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી, વિશેષ રણનીતિ અંતર્ગત માહિતી મેળવી હતી                                      

રાષ્‍ટ્રીય સુરક્ષા અંતર્ગત દૂર થયેલ દબાણો ફરીથી ન થાય તે માટે જવાબદાર અધિકારીઓને તાકીદ કરી હતી, ભૂતકાળમાં તેમના માર્ગદર્શન હેઠળ તત્‍કાલીન એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા નશાકારક સીરપ અંગે  ફેક્‍ટરી સુધી પહોંચેલ તે કેન્‍દ્રમાં બાળકો માટે જીવલેણ બનનારા કફ સીરપનો કાચો માલ ગુજરાતમાંથી ગયો હોવાથી આ બાબતે તકેદારી રાખવા જણાવેલ.                             

 સાગર સુરક્ષા યોજના અંતર્ગત રેઢા ટાપુઓ પર પેટ્રોલિંગ કરી ડ્રગ્‍સ, હથિયારો જેવા દૂષણ પર કંટ્રોલ રાખવા સૂચના આપી હતી. સાગર સુરક્ષા અંતર્ગત દરિયાકાંઠે રહેતા લોકોને વિશેષ તાલીમ આપી, શકમંદ તત્‍વો નજરે પડે તો તુરંત પોલીસને જાણ કરવા અને આ અંતર્ગત જાહેર થયેલ મોબાઇલ નંબર વિગેરેના પ્રતિસાદ અંગેની વિસ્‍તળત અને ઝીણવટભરી માહિતી મેળવી હતી. 

(3:32 PM IST)