તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
મોબાઇલ ફોન અને એલ.ઇ.ડી. ટીવી ચોરી કરનાર શખ્સ પકડાયો
એ-ડીવીઝન પોલીસના હેડ કોન્સ સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા અને કોન્સ ધર્મેન્દ્રભાઇ ખાંડેખાની બાતમી

રાજકોટ, તા. ૮: શાસ્ત્રી મેદાન પાસે એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોન અને એલ.ઇ.ડી. ટીવીની ચોરી કરનાર શખ્સને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શાસ્ત્રી મેદાન પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ અને એલઇડી ટીવી સાથે ઉભો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા અને કોન્સ ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળતા શાસ્ત્રી મેદાન પાસેથી મુસ્તફા ઉર્ફે એજાજ ફેઝમહંમદભાઇ શાહમદાર (ઉ.વ. ર૦) (રહે. દૂધની ડેરી ગામેતી હોલની બાજુમાં) ને ચોરાઉ મોબાઇલ ફોન અને એલ.ઇ.ડી. ટીવી સાથે પકડી લીધો હતો.
આ કામગીરી પી.આઇ. બી.વી. બોરીસાગર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. રાણા, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, હેડ કોન્સ કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વનારીયા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, કોન્સ ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર દ્વારા કરવામાં આવી હતી.(૬.૧૬)
(3:35 PM IST)










