<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સ્‍વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ પરિષદ પર રચાયેલ નાટક ‘અરાઇઝ! અવેઇક!'નો કાલે વિનામૂલ્‍યે શો

રાજકોટ તા. ૮ : શિકાગોમાં યોજાયેલ સર્વપ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં સ્‍વામિ વિવેકાનંદજીએ ભારતનો વિજય ધ્‍વજ લહેરાવી દીધો હતો તે વિષય વસ્‍તુ લઇને તૈયાર થયેલ નાટક ‘અરાઇઝ! અવેઇક!' કાલે તા. ૯ ના ગુરૂવારે રાત્રે ૯.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે જીવંત થશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નેમ આર્ટસની ટીમે જણાવ્‍યુ હતુ કે આ સામાજીક દ્વીઅંકી નાટકથી યુવાનોને નવી શીખ મળશે. સ્‍વામી વિવેકાનંદજીના જીવન દર્શન અને આધુનિક યુવાનોના જીવન સંઘર્ષોને આધારે રચાયેલ આ નાટકનું આયોજન નેમ આર્ટસ અને સંસ્‍કાર ભારતી રાજકોટ જિલ્લાના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી કરવામાં આવ્‍યુ છે.

હાઇ ઉજવાઇ રહેલ વિકાસ સપ્‍તાહના ભાગરૂપે યોજાયેલ આ નાટક ટેકનો સેવી, બેરોજગાર યુવાન નરેન્‍દ્ર અને તેજસ્‍વી પ્રતિભા ધરાવતા સ્‍વામી વિવેકાનંદ વચ્‍ચેની કાલ્‍પનિક મુલાકાત પર આધારીત છે. જેમાં આધુનિક યુવાનોની સમસ્‍યાઓ, વ્‍યસનમુક્‍તિ, આત્‍મહત્‍યા જેવી ગંભીર સમસ્‍યાઓ અને જીવનના ઉદેશ્‍યો વિષે સંવાદો દ્વારા ઉંડો સંદેશ આપવા ખુબ સરસ પ્રયાસ થયો છે.

છેલ્લા ૧૧ વર્ષથી ચાલતા આ નાટક  ‘અરાઇઝ! અવેઇક!'નો આ ૧૫મો શો છે. તાજેતરમાં જ આ નાટક સુરત ખાતે યોજાતા જબરજસ્‍ત પ્રતિસાદ સાંપડયો હતો.

નાટકનું લેખન, દિગ્‍દર્શન અને મુભ્‍ય અભિનય તેમજ સંગીત સંકલન મનીષ પારેખ દ્વારા કરવામાં આવ્‍યુ છે. મલ્‍ટીમીડિયા ટેકનોલોજી અને ૨૦ થી વધુ પ્રતિભાશાળી કલાકારોનો કસબ રજુ થયો છે. મુખ્‍ય કલાકારોમાં મનીષ પારેખ, શ્રીનીલ જાની, સુનિલ ઓઝા, ચેતસ ઓઝા, નેહા પારેખ, ડો. નયના ભાલોડીયા, આદિત્‍યરાજસિંહ ઝાલા, સુહેલ શેખ, નિરવ ખિમાણી, દ્વિત શાહ, જૈનવ મહેતા, પલક્ષ સોલંકી, અથર્વ ઝાલા, જીજ્ઞા સાવલીયા, જીજ્ઞેશ મહેતાનો સમાવેશ થાય છે. મ્‍યુઝીક અને વિડીયો ઓપરેશન શિવ ત્રિવેદીએ તેમજ પ્રકાશ સંચાલન રમિઝ સાલાણી, સેટીંગ્‍સ ધ્‍યાનમ પ્રોડકશન અને મેકઅપ હરેશ તુરી સંભાળી રહ્યા છે.

આ કાર્યક્રમમાં રામકૃષ્‍ણ આશ્રમ રાજકોટના સ્‍વામી દર્પહાનંદજી, રાજકોટના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, રાજકોટ પヘમિ વિધાનસભા ૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મ્‍યુ. કમિશ્‍નર તુષાર સુમેરા, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક, જીનિયસ ગ્રુપ ઓફ ઇસ્‍ટિટયુશનના ચેરમેન ડી. વી. મહેતા, સહકાર ક્ષેત્રના અગ્રણી જયોતિન્‍દ્રભાઇ મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ હિતેશભાઇ દીહોરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે વિશેષ ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍કાર ભારતીના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. રસ ધરાવતા તમામને આ નાટકમાં વિનામુલ્‍યે પ્રવેશ મળશે. પ્રથમ પાંચ હરોળ આરક્ષિત રાખીને વહેલા તે પહેલાના ધોરણે સ્‍થાન લઇ શકાશે. આ નાટકના ફોટોગ્રાફ અને પ્રોમો ફેસબુક તથા યુટયુબ પર ઉપલબ્‍ધ છે.  વધુને વધુ લોકોએ નાટક નિહાળવા ડો. જુલીબેન અનડકટ અને શ્રીમતી નેહા પારેખ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. તેમજ વધુ માહિતી માટે નેમ આર્ટસના મનિષ પારેખ (મો.૯૯૭૪૦ ૯૦૭૦૯)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નેમ આર્ટસના મનિષ પારેખ અને ટીમના શ્રીનીલ જાની, જુલીબેન અનડકટ, શિવભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૩)

 

(3:40 PM IST)