<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

દિવાળી ઉત્‍સવઃ રેસકોર્ષે રોશનીથી રોનક રચાશે

મનપા દ્વારા તા.૧૬ થી તા.૨૦ દરમિયાન સ્‍વચ્‍છ- હરિયાળુ- રંગીલુ રાજકોટ થીમ ઉપર આયોજન કિશાનપરા ચોક ખાતે લેસર શો- એન્‍ટ્રી ગેઇટ આકર્ષણ જમાવશેઃ રંગોળી સ્‍પર્ધા, આતશબાજી યોજાશેઃ બહુમાળી ચોક ખાતે મ્‍યુઝીકલ બેન્‍ડ બે દિ' ધુમ મચાવશે

દિવાળી ઉત્‍સવ અંતર્ગત રેસકોર્ષ ખાતે આયોજીત કાર્યક્રમોની સ્‍થળ મુલાકાત  કરતાં મનપાના પદાધિકારીઓ

રાજકોટઃ ‘‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'' અંતર્ગત રેસકોર્ષ ખાતે આયોજીત જુદા-જુદા કાર્યક્રમોના આયોજન અંગે આજ તા.૦૮/ બુધવારના  રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લેવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૬/ થી તા.૨૦/ દરમ્‍યાન ‘‘સ્‍વચ્‍છ- હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ''અંતર્ગત આકર્ષક લાઈટીંગ ડેકોરેશન, લેસર શો, રંગોળી સ્‍પર્ધા, આતશબાજી કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના આયોજન અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, ઈ.ચા. નાયબ કમિશનર સમીર ધડુક, ઈ.ચા. સહાયક કમિશનર વી.ડી. ધોણીયા, સિટી એન્‍જી. અતુલ રાવલ, રોશની વિભાગના ઈ.ચા.સિટી એન્‍જી. બી.ડી.જીવાણી, ઈ.ચા. પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મેનેજર કે.બી.ઉનાવા તેમજ અન્‍ય અધિકારી-કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ સ્‍થળ ખાતે મુલાકાત કરી રંગોળી સ્‍પર્ધા અન્‍વયે જરૂરી પટ્ટા તૈયાર કરવા, મંડપ બેરીકેટીંગ, મંડપ ગેઇટ, લાઈટીંગ, ડેકોરેશન, સાઉન્‍ડ, મ્‍યુઝિકલ બેન્‍ડ, લેસર શો, આતશબાજી વગેરે અંગે પદાધિકારીશ્રીઓ દ્વારા સુચના આપવામાં આવી.(૩.૧૩)

 રાજકોટ, તા. ૦૮: રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્‍યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્‍યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્‍ય તહેવાર આવે ત્‍યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્‍સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.૧૬ ઓકટોબરથી તા.૨૦ઓકટોબર દરમ્‍યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે  સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્‍ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્‍ય આતશબાજી, રંગોળી સ્‍પર્ધા, લેસર શો સહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળાએ એક સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે.

રંગીલું રાજકોટ દરેક ઉત્‍સવ અને અન્‍ય અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે, તેમ જણાવી સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્‍તળત વિગતો આપતા તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે,   મહાનગરપાલિકા દ્વારા મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ-ચિત્રનગરીના સહયોગથી  તા.૧૭, શુક્રવારના રેસકોર્ષ ખાતે ભવ્‍ય રંગોળી સ્‍પર્ધા યોજાશે.

રંગોળી સ્‍પર્ધા (૧) ગ્રુપ રંગોળી ૫ હૃ ૧૫ સાઈઝની ૨૫ રંગોળી (૨) વ્‍યક્‍તિગત રંગોળી ૫ × ૫ સાઈઝની ૫૦૦ રંગોળી થશે

આ રંગોળી સ્‍પર્ધામાં ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂપિયા ૫,૦૦૦ નું અને વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં પ્રથમ ૧૧ વિજેતાને રૂપિયા ૫૦૦૦ નું પુરસ્‍કાર આપવામાં આવશે. જ્‍યારે ૫૧ રંગોળીના કલાકારોને રૂપિયા ૧૦૦૦ આસ્‍વાસન ઈનામ તરીકે આપવામાં આવશે. ત્રણ લકી વિજેતાને રૂપિયા પાંચ હજારની ફટાકડાની કીટ ગિફ્‌ટમાં આપવામાં આવશે. વ્‍યક્‍તિગત રંગોળી માટે મો.૯૨૨૮૦૯૦૮૯૫ ઉપર તથા ગ્રુપ રંગોળી માટે મો.૯૬૨૪૦૨૫૮૦૮ પર માત્ર વોટ્‍સએપ મેસેજ દ્વારા રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે. રજિસ્‍ટ્રેશન માટે તમારું પૂરું નામ, શહેરનું નામ અને ઉંમર લખીને મોકલવી. ગ્રુપ રંગોળીમાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકે પોતે કરેલી બેસ્‍ટ ૫ રંગોળીના સેમ્‍પલ મોકલવાના રહેશે. 

આ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્‍યાસ, હેમાબેન વ્‍યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્‍યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્‍મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા મહેનત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ  સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવના આ તમામ કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર જોડાવા રાજકોટના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવે છે. 

દિવાળી ઉત્‍સવની હાઇલાઇટસ

  તા.૧૬ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્‍યે આર.એમ.સી.પ્‍લોટ, આમ્રપાલી અન્‍ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવનો શુભારંભ સાંસદ રામભાઈ મોકરીયાના હસ્‍તે થશે.  

તા.૧૭ ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે  રંગોળી સ્‍પર્ધા અંતર્ગત સ્‍પર્ધકો બપોરે ૦૪:૦૦ કલાકથી રંગોળી તૈયાર કરશે.

 સ્‍પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૧૮ થી  તા.૨૦ ઓકટોબરના  સાંજે શહેરીજનો નિહાળી શકશે. તા.૧૮ઓકટોબર ના રોજ રાત્રે ૭:૦૦ કલાકે  માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્‍ય આતશબાજી યોજાશે. 

તા.૧૯ ઓકટોબર અને તા.૨૦ઓકટોબર ના  બહુમાળીભવન ચોક ખાતે મ્‍યુઝિકલ બેન્‍ડ યોજાશે.રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.૧૬ઓકટોબર થી તા.૨૦ઓકટોબર સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે.

 રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્‍ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.

(4:10 PM IST)