તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 8th October 2025
તુ મારા મમ્મીનું ધ્યાન નથી રાખતી તને ઘર સાચવતા આવડતુ નથી કહી પરિણીતાને ત્રાસ
બેડીપરા આંબાભગતની શેરીમાં પિયરે રહેતા જીંકલબેન વોરાની મહિલા પોલીસમાં કેરાળા ગામે રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ

રાજકોટ, તા. ૮: બેડીપરા સિતારામ રોડ પર આંબાભગતની શેરીમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાને દોઢસો ફુટ રીંગ રોડ સ્ટલીંગ હોસ્પિટલની પાછળ કર્મયોગી સંતોષ પાર્કમાં રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદે ઘરકામ બાબતે મેણાટોણા મારી ‘તુ મારા મમ્મીનું ધ્યાન રાખતી નથી તને ઘર સાંચવતા આવડતુ નથી કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ આંબાભગતની શેરી નં. ર માં રહેતા જીંકલબેન યાજ્ઞીકભાઇ વોરા (ઉ.વ. રપ) એ મહિલા પોલીસમાં પતિ યાજ્ઞીક જમનભાઇ વોરા, સસરા જમનભાઇ જેરામભાઇ વોરા, સાસુ મીનાબેન જમનભાઇ વોરા અને નણંદ સ્મીતા રાહુલભાઇ સોજીત્રા (રહે. પડધરીના કેરાળા ગામ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જીંકલબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે મારા ર૦ર૩ માં યાજ્ઞીક જમનભાઇ વોરા સાથે લગ્ન થયા હતા, લગ્ન બાદ સંયુકત પરિવાર સાથે રાજકોટ કર્મયોગી સંતોષ પાર્કમાં રહેતી હતી લગ્નના દોઢેક વર્ષ સુધી લગ્ન જીવન સરખી રીતે ચાલ્યુ હતું. બાદ લગ્નના ત્રણ મહિના બાદ હું પ્રેગનેન્ટ થતા પતિ મને બહારનું ખાવાની ના પાડતો અને બધી બાબતમાં રોકટોક કરતો. જાહેરમાં મને અપમાન કરતો હતો. સાસુની તબીયત સારી રહેતી ન હોઇ તેથી નણંદ ફોન કરીને ‘તુ મારા મમ્મીનું ધ્યાન નથી રાખતી', મેણાટોણા મારતા અને તેના લગ્ન રાજકોટમાં થયા હોઇ તેથી અઠવાડીયામાં બે-ત્રણવાર ઘરે આવી ત્રાસ આપતા હતા અને સાતમાં મહિને ડોકટરને બતાવી રીપોર્ટ કરાવવાનું કહેતા મેં રીપોર્ટ કરાવતા તેમા મને બી.પી. અને ડાયાબીટીસ આવેલ. બાદ દીકરીનોજન્મ થતા પતિ અને સાસુ-સસરાને સારૂ લાગ્યુ ન હતુ તેને દીકરો જોઇતો હોઇ બાદ મારી દિકરીના પાંચ મહિના બાદ હું મારા સાસરે ગઇ ત્યારે પતિ, સાસુ, સસરા મારા પ્રત્યે અણગમો રાખતા અને સસરા જયારે દારૂ પીને ઘરે આવતા હું તેને દારૂ પીવાની ના પાડતા તે ગાળો આપી મારી સાથે ઝઘડો કરતા હતા બાદ પતિએ કહેલ કે તુ બે-ત્રણ દિવસ તારા-પિતાના ઘરે રોકાઇ આવ જેથી ઘરનું વાતાવરણ બરાબર થઇ જાય અને પછી તને હું તેડી જઇશ તેમ કહી મને પિયરમાં મોકલી દીધી બે દિવસ બાદ સસરાએ ફોનમાં કહેલ કે અમારે યાજ્ઞિકનું જીંકલ સાથે ઘર રાખવું છૂટાછેડા કરવા છે. હવે અમે તેડવા આવશુ નહીં તમે જીંકલનો ત્યાં જ રાખજો કહેતા મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ યુ.કે. બાંભણીયાએ તપાસ હાથ ધરી છે
(4:12 PM IST)










