<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

આંબેડકરનગરમાં ધર્મેશ ઉર્ફ રાધેએ મહિલાને કામે રાખી દારૂની ભઠ્ઠી ચાલુ કરી'તીઃ ૨.૫૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

અગાઉ ૧૨ ગુનામાં સામેલ રાધે પાસામાં પણ જઇ આવ્‍યો છે દારૂ ઉતારી રહેલી સીતા કટારાની અટકાયતઃ રાધેની શોધખોળઃ માલવીયાનગરના અજયભાઇ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવીની બાતમીથી પીએસઆઇ એમ. જે. ધાધલની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૮: શહેરના ગોંડલ રોડ આંબેડકરનગર-૫ રામાપીરનામ ંદિરવાળા  ચોકમાં રહેતાં ધર્મેશ ઉર્ફ રાધે હરેશભાઇ રાઠોડના મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી માલવીયાનગર પોલીસે પકડી લઇ એક મહિલાની ધરપકડ કરી છે. અહિથી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૨,૫૨,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. જે મહિલા પકડાઇ તેને દારૂ ઉતારવાના કામ માટે રાખવામાં આવી હતી!

માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી ધર્મેશ ઉર્ફ રાધેના ઘરમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. જો કે અહિ ધર્મેશ ઉર્ફ રાધે હાજર નહોતો. એક મહિલા હાજર હોઇ મહિલા પોલીસને સાથે રાખી તેની પુછતાછ કરતાં પોતાનું નામ સિતા કલજી કટારા (રહે. મુળ મધ્‍યપ્રદેશ રતલામ, હાલ ધર્મેશ ઉર્ફ રાધેના મકાનમાં) જણાવ્‍યું હતું. તેણીએ પુછતાછમાં કબુલ્‍યું હતું કે દેશી દારૂની ભઠ્ઠી ઉતારવાના કામ માટે તેણીને રાખવામાં આવી હતી અને રોજના પૈસા અપાતા હતાં. તેના પતિ બિમાર હોઇ પોતે ભઠ્ઠી ઉતારવા બેઠી હતી.

પોલીસે રૂા. ૧,૩૦,૦૦૦નો ૬૫૦ લીટર દારૂ, ૧,૧૦,૦૦૦નો ૪૪૦૦ લીટર આથો, બળેલો આથો ૧૦૦ લીટર, ગેસના ચુલા નળી સહિત ૪, દારૂ બનાવવાનો ૬૦ કિલો ગોળ, એલ્‍યુમિનીયમના તપેલા-૦૨, પતરાના ટીપણા-૦૨ અને ગસ લાઇટર કબ્‍જે કર્યા હતાં.

પોલીસ સુત્રોના કહેવા મુજબ ધર્મેશ ઉર્ફ રાધે અગાઉ માલવીયાનગર, ગાંધીગ્રામ-૨, તાલકુા પોલીસમાં દારૂ, મારામારી સહિતના ૧૨ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે અને એક વખત પાસામાં જઇ આવ્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હીરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા, ગાયત્રીબેન, મીરાલીબેને આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

(4:14 PM IST)