<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રેસકોર્ષમાં શુક્રવારથી પાંચ દિ' સ્‍વદેશી મેળો- શોપિંગ ફેસ્‍ટીવલ

મેડ ઇન ઇન્‍ડિયા અને વોકલફોર લોકલ અભિયાનને વેગ આપવા મનપાની પહેલ ૧૦ થી ૧૫ ઓકટોબર સવારે ૧૦થી રાત્રીના ૧ કલાક સુધી આયોજન

 રાજકોટ તા.૮ દેશના આત્‍મનિર્ભર ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા અને સ્‍થાનિક ઉદ્યોગો, હસ્‍તકલા, લઘુ કારીગરો તેમજ મહિલા સ્‍વ સહાય જૂથોને પ્રોત્‍સાહિત કરવા માટે  મહાનગરપાલિકા દ્વારા તા.૧૦-થી તા.૧૫- સુધી રેસકોર્ષ મેદાનમાં સવારે ૧૦ થી રાત્રે ૧ વાગ્‍યા સુધીમાં ‘‘સ્‍વદેશી મેળા-૨૦૨૫'' - ‘‘શોપિંગ ફેસ્‍ટીવલ''નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.તેમ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવે છે ‘‘સ્‍વદેશી મેળા-૨૦૨૫'' - ‘‘શોપિંગ ફેસ્‍ટીવલ'' રાજકોટ શહેરના નાગરિકોને સ્‍વદેશી ઉત્‍પાદનો, હસ્‍તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્‍થાનિક ઉદ્યોગોની ઝાંખી કરાવવાનો અનોખો પ્રયત્‍ન છે. સાથે ‘‘મેડ ઇન ઈન્‍ડિયા'' અને ‘‘વોકલ ફોર લોકલ'' અભિયાનને વેગ આપવો. સ્‍થાનિક ઉદ્યોગકારો, હસ્‍તકલાકારો અને નાના વ્‍યવસાયકારોને વેચાણ અને પ્રદર્શન માટે પ્‍લેટફોર્મ પૂરું પાડવું. નાગરિકોને સ્‍વદેશી ઉત્‍પાદનોના ઉપયોગ માટે પ્રરિત કરવું. સ્‍વરોજગાર અને આત્‍મનિર્ભરતાન પ્રોત્‍સાહન આપવાનુ છે.

આ મેળામાં વિવિધ ઝોનમાં સ્‍વદેશી વસ્‍તુઓના સ્‍ટોલ્‍સ ગોઠવવામાં આવ્‍યા છે, જેમાં હસ્‍તકલા, હેન્‍ડલૂમ અને ખાદ્ય ઉત્‍પાદનોના સ્‍ટોલ્‍સ રહેશે.- સ્‍વદેશી ચીજવસ્‍તુઓના સ્‍ટોલ -સ્‍વદેશી ક્રાફ્‌ટ વસ્‍તુઓના સ્‍ટોલ- સ્‍થાનિક ઉત્‍પાદકો દ્વારા ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓના સ્‍ટોલ- ફૂડ આઇટમના સ્‍ટોલ -ચિલ્‍ડ્રન એક્‍ટીવીટી ઝોન -મહિલા સ્‍વ સહાય જૂથો દ્વારા બનાવાયેલા ઘરગથ્‍થુ ઉત્‍પાદનો- ખાદી અને ગ્રામઉદ્યોગ વિભાગના ઉત્‍પાદનો રહેશે.

(4:14 PM IST)