તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
રાજકોટના બહુમાળી ચોકમાં ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
મગફળીની ખરીદીમાં થાય તે ટેકાના ભાવે સંપૂર્ણ ન્યાય મળે તે માટે કાર્યકરો ધરણાં પર બેઠા અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

રાજકોટના બહુમાળી ચોકમાં ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મગફળીની ખરીદીમાં થાય તે ટેકાના ભાવે સંપૂર્ણ ન્યાય મળે તે માટે કાર્યકરો ધરણાં પર બેઠા અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસે માંગણી કરી કે ખેડૂત દીઠ ઓછામાં ઓછા 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને ખરીદીનો જથ્થો વધારવામાં આવે. આ પ્રશ્ન ખેડૂતોના હિતો સાથે સીધો જોડાયેલો હોવાને કારણે મુદ્દો ગંભીર બની રહ્યો છે.
(6:51 PM IST)










