News of Thursday, 9th October 2025
સરગમી મ્યુઝીકલ નાઈટમાં નવા-જુના ગીતોએ જમાવટ કરીઃ પંચામૃત મહોત્સવની સમાપ્તિ
બોલીવુડ સિંગર દેવ્યાની બિન્દ્રે, સોનલ ગઢવી, ડોલર મહેતા, ગોવિંદ મિશ્રા, મોહસીન શેખ, નિલેશ વસાવડાએ ગીતોનો વરસાદ વરસાવ્યો

રાજકોટઃ સરગમ ક્લબ દ્વારા આયોજિત પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવની મંગળવારે રાત્રે બોલીવુડ મ્યુઝીકલ નાઈટની જબરદસ્ત સફળતા સાથે પૂર્ણાહુતી થઈ હતી. આ બોલીવુડ નાઈટ માણવા માટે હજારોની સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉમટી પડયા હોવાનું સરગમના શ્રી ગુણુભાઈ ડેલાવાાએ જણાવ્યું છે.
સરગમ ક્લબને પુજારા ટેલીકોમ અને ધ ડી.એમ.એલ ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે કરાવેલ. આ પ્રસંગે વજુભાઈ વાળા, અરવિંદભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, નાથાભાઈ કાલરિયા, ડો.માધવભાઈ દવે, જગદીશભાઈ કોટડીયા, વિનુભાઈ પારેખ, દિલેશભાઈ પાબારી, મધુભાઈ પઠોળિયા, ડો.એમ.બી.વેકરીયા, રમેશભાઇ જીવાણી, ગોપાલભાઈ સાપરિયા, અરવિંદભાઈ શાહ, પ્રેમકુમાર અગ્રાવલ, કે.કે.જૈન, ડો.પારસભાઈ શાહ, તેજસભાઈ ભટ્ટી, દિલીપભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાનું સરગમની યાદીમાં જણાવાયું છે.
મ્યુઝીકલ નાઈટમાં બોલીવુડ સિંગ દેવ્યાની બેન્દ્રે, સોનલ ગઢવી, ડોલર અને ગોવિંદ મિશ્રા, મોહસીન શેખ, નિલેશ વસાવડા જેવા સિંગરોએ નવા અને જુના ફિલ્મી ગિતો લોકોને રસતબોળ કરી દીધા હતા.(૪૦.૨૭)
(2:11 PM IST)










