News of Thursday, 9th October 2025
કરવા ચોથ : પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ દ્વારા કરાતો નકોરડો ઉપવાસ

દર વર્ષમાં ફક્ત એકજ વાર આવતો અને આ પ્રવર્તમાન સાલના ચાલુ મહિનાના આગામી દિવસોમાં ટૂંક સમયમાંજ આવનારા મહિલાઓના સૌથી ચહેતા અને અતિ પ્રિય ઉપવાસ એવા કરવા ચોથના આ ફળદાયી વ્રત કરવા માટે દુનિયાભરની મહિલાઓ અત્યંત ઉત્સુક છે.
પરંતુ, જગતભરનીસ્ત્રીઓના મનમાં એક એવો સવાલ ઉદભવેલ છે કે આ વખતનો કરવા ચોથનો વ્રત આવનારા ગુરુવારની તારીખ ૯મી ઓક્ટોબરના રોજ આવશે કે પછી તેની ઉજવણી તેના પછીના દિવસે એટ્લે કે શુક્રવારની તારીખ ૧૦મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
વિશ્વભરની મહિલાઓના મનમાં ઉદભવેલા આ સવાલનો જવાબ આપણાં સનાતન હિન્દુ ધર્મના સૂર્ય અને ચંદ્રની કળા પર આધારિત આપણાં હિન્દુઓ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આપણાં પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા રચાયેલા ચંદ્ર-સૌર કેલેન્ડરના પંચાંગ દ્વારા આપવામાં આવેલો છે જેમાં દર્શાવેલ માહિતી મુજબ આ વખતનો કરવા ચોથનો વ્રત દરેકસ્ત્રી દ્વારા આવનારા શુક્રવારની ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવશે.
આ વખતના કરવા ચોથના વ્રતની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય છે ૧૦ ઓક્ટોબર શુક્રવારની સાંજના ૫ વાગ્યાને ૫૭ મિનીટથી લઈને ૭ વાગ્યાને ૧૧ મિનીટ સુધીનો રહેશે જ્યારે કરવા ચોથના વ્રતનો સમય શુક્રવાર તારીખ ૧૦મી ઓક્ટોબરના સવારે ૬ વાગ્યાને ૧૯ મિનિટે શરૂ થઈને રાત્રિના ૮ વાગ્યાને ૧૩ મિનીટ સુધીનો રહેશે. આ ઉપરાંત કરવા ચોથના દિવસે ચંદ્રમાં ઉગવાના સમયની સીમા રાત્રિના ૮ વાગ્યાને ૧૩મિનીટ થી શરૂ થાશે.
પોતાના પતિના લાંબા ઉંમરની કામના સાથે અન્નનો એકપણ દાણો મોઢામાં નાખ્યા વગર આખો દિવસ ભૂખ્યા રહીને તેમજ એકપણ ટીપું પાણીનું પીધા વગર સુકાતી જીભે તરસી રહીને ભૂખ અને પ્યાસથી આકુળ વ્યાકુળ બનીને શરીરમાં તેની અસહય વેદના વેઠીને પણ હસતા મોઢે પતિ માટે દરેક કષ્ટો સહન કરવા માટે તત્પર રહેતી દરેક મહિલાને કરવા ચોથના ચંદ્રમાંનો બહાર નીકળવાનો ખુબજ બેસબરીથી ઇંતેજાર રહે છે અને આકાશમાં જ્યારે પણ ચાંદનો દીદાર થાય છે ત્યારે ચહેરા પર તાજગી અને આખા શરીરમાં સ્ફૂર્તિ સાથે સુહાગનો છલ્લીમાં તેમના પતિનો ચહેરો જોઈને તેમનું વ્રત ખોલે છે. સંજોગોવશાત વરસાદી વાતાવરણ કે ખરાબ હવામાનને કારણે અથવા તો અન્ય કોઈ કારણોસર જો ચંદ્રમાંના દર્શન કરવા શક્ય ના હોય તો જ્યોતિષશાષા અનુસાર મહિલાઓ જે દિશામાંથી ચંદ્રમાં ઊગતા હોય તે દિશામાં ઊભા રહીને તેમનું ધ્યાન ધરીને મહિલાઓ તેમનું વ્રત ખોલી શકે છે અથવા તો ભગવાન શિવના માથા પર બિરાજેલા ચંદ્રમાંના શિવ સાથેના ફોટાના દર્શન કરીને પણ મહિલાઓ તેમનું વ્રત ખોલી શકે છે.
કરવા ચોથના વ્રતના પૂજન માટે સુહાગણ મહિલાઓએ સૌપ્રથમ વહેલી સવારમાં ઊઠીને ગંગાજળ મિશ્રિત પવિત્ર જળથી સ્નાન કરીને પવિત્ર થવાનું હોય છે અને કરવા ચોથ શરૂ થવાના સમય પહેલા તેમની સાસુમાં દ્વારા અને જો તેઓ હયાત ના હોય અથવા તો હાજર ના હોય તો તેમના સ્નેહીજન દ્વારા આપવામાં આવેલ ફળ, સૂકા મેવા, મીઠાઇ સાથેનું હળવું ભોજન ખાવાનું હોય છે કે જેને સરગી કહેવામાં આવે છે.
આમ સરગી ગ્રહણ કર્યા પછી સુહાગણ મહિલાઓ દ્વારા વ્રત માટેનું સંકલ્પ કરવામાં આવે છે અને ત્યાર પછીનો બાકીનો આખો દિવસ અન્નો એકપણ દાણો લીધા વગર કે જળનું એક પણ ટીપું પીધા વગર નકોરડો ઉપવાસ કરીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ સંધ્યાના સમયે સ્વચ્છ કપડા ધારણ કરીને તેમજ એક સુહાગણની માફક સોળે શણગાર સજીને પુજા માટે નિર્ધારિત કરેલી જગ્યા પર એક સ્વચ્છ લાલ કપડું પાથરીને તેના પર કરવા માતાની મુર્તિ કે ફોટાને પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ સાથે વિધ્નહર્તા દેવ શ્રીગણેશજીની મુર્તિને પણ સ્થાપવામાં આવે છે કેમ કે દરેક શુભ કામની શરૂઆત ગણેશજીની પુજા અર્ચનાથીજ થાય છે. ત્યારબાદ કરવા ચોથની પુજા માટે માટી કે પીતળનો કળશ, ગાયનું ઘી, દિપક, ધૂપબતી, ગોળી, ચંદન, ચોખા, રૂની વાટો, ફૂલ, ફળ, મીઠાઇ, અબીલ, ગુલાલ, સિદુર, શુદ્ધ પાણીથી ભરેલો તાંબા અથવા તો પીતળનો એક લોટો તેમજ કળવા ચોથના વ્રતની પુસ્તક સાથે રાખીને ભગવાન શિવ તથા માતા પાર્વતિની મુર્તિ અથવા તો ફોટોને રાખીને તેમની પુજા અર્ચના આરાધના કરીને તેમને ફૂલ,ફળ,મીઠાઇ અર્પણ કરીને તેમનું ધ્યાન ધરીને કરવા ચોથની કથા કરીને અથવા તો કરાવીને તેનું પઠન કરવામાં આવે છે તેમજ દિપક પ્રગટાવીને દેવોની આરતી કરીને ભગવાનની ભક્તિ કરીને વ્રત પૂર્ણ થાય ત્યાં સુધી પતિની લાંબી ઉંમર માટેની મનોકામના અને પ્રાર્થના કરવામાં આવે છે તેમજ રાત્રિના ચંદ્રમાં નીકળવાની રાહ જોવામાં આવે છે અને જેવો ચંદ્રમાં દેખાય તેને પૂજાની થાળી સાથે પૂજન કરીને પાણીથી અર્ગ આપવો જોઈએ અને છલ્લીમાંથી ચંદ્રમાં નિહાળીને પતિને નિહારવા જોઈએ અને પતિના દ્વારા પીવડાવવામાં આવેલા પાણીથી વ્રત ખોલવો જોઈએ. આ વ્રતમાં ભગવાન ગણેશ, શિવ-પાર્વતી સાથે કરવા માતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.
આમ એક સુહાગણ મહિલાઓ દ્વારા તેમના પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથનું આખું વ્રત કરવામાં આવે છે જે કરવા ચોથનું વ્રત પૂર્ણિમા પછીના ચોથા દિવસે આવે છે. કરવા ચોથને કરક ચતુર્થી અથવા તો કરાક ચતુર્થી પણ કહેવામાં આવે છે જે એક હિન્દુ તહેવાર છે અને જે ખાસ કરીને નેપાળ, ઉત્તર ભારત અને પヘમિ ભારતની હિન્દુ મહિલાઓ દ્વારા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કાર્તિકાના વિક્રમ સંવત મહિનામાં ઉજવવામાં આવે છે. કરવા ચોથના પવિત્ર વ્રતમાં સુહાગણસ્ત્રીઓ તેમના પતિની સલામતી અને લાંબા આયુષ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નકોરડો ઉપવાસ રાખે છે. કરવા ચોથનો ઉપવાસ પરંપરાગત રીતે નેપાળ અને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, જમ્મુ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ફીજી રાજ્યોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તો આ વ્રતને એટલા તડ્ડે તરીકે ઉજવવામાં આવે છે .
આપણાં સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન સંસ્કૃત ભાષાના પૌરાણિક સંસ્કૃત શાષાોમાં કરવા ચોથને કારક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે કારકનો અર્થ માટીનો પાણીનો ઘડો અને ચતુર્થી એટ્લે ચંદ્ર કે જે હિન્દુ મહિનાના ચોથા દિવસને દર્શાવે છે.
કરવા ચોથનો વ્રત મોટે ભાગે ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે કારણ કે પ્રાચીન કાળમાં રાજપૂત પુરુષો તેમની પત્નીઓ અને બાળકોને ઘરે છોડીને યુદ્ધમાં જતા હતા અને સેંકડો દિવસો સુધી તેમના ઘરેથી દૂર દૂર સુધી તેઓ તેમની લશ્કરી ટુકડીઓ સાથે યુદ્ધની છાવણીઓમાં પડાઓ નાખીને લડાઇઓ લડવા માટે પડ્યા રહેતા હતા અને આથી રાજપૂત પત્નીઓ તેમના પતિઓ સહી સલામત રીતે પાછા ફરે તેવી ઈશ્વરને પ્રાર્થનાઓ કરતી હતી. આ ઉપરાંત આ વ્રતને ઘઉંના વાવણીના સમય સાથે એટલે કે રવિ પાક ચક્રની શરૂઆત સાથે પણ સુસંગત હોય છે
કરવાચોથના વ્રતની પરંપરા દેવતાઓના સમયથી પ્રચલિત છે. એવું કહેવાય છે કે દેવતાઓ અને રાક્ષસો વચ્ચેના ભીષણ યુધ્ધ દરમિયાન સૃષ્ટિના રચયેતા બ્રહ્માજીએ દેવતાઓની પત્નીઓને દેવતાઓનો વિજય સુનિヘતિ કરવા માટે ઉપવાસ કરવાની સલાહ આપી હતી. બ્રહ્માજીની આ સલાહને માન આપીને ઇન્દ્રાણીએ ઇન્દ્ર માટે અન્ન અને પાણ વિના ઉપવાસ રાખ્યો તેમજ અન્ય દેવતાઓની પત્નીઓએ તેમના પતિઓ માટે અન્ન અને પાણી વિનાનો નકોરડો ઉપવાસ રાખ્યો જે તપના ફળ સ્વરૂપે તમામ દેવતાઓ યુદ્ધમાં વિજયી થયા અને ત્યારબાદ દેવતાઓની પત્નીઓએ તેમનો ઉપવાસ તોડ્યો. આ દિવસે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયાની ચતુર્થી હોય અને આકાશમાં ચંદ્ર ઉગ્યો હોય એવું માનવામાં આવે છે કે કરવા ચોથનું વ્રત તે સમયથી શરૂ થયું હતું.
આ વ્રત વિષે એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કરવા ચોથનું આ વ્રત રાખ્યું હતું. આ ઉપરાંત વ્રતનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ એ વખતે જોવા મળે છે કે જ્યારે ગાંધારીએ ધૃતરાષ્ટ્ર માટે અને કુંતીએ પાંડુ માટે આ વ્રત રાખ્યું હતું.
કરવા ચોથની વાર્તા રાણી વીરવતીની વાર્તા સાથે સંકળાયેલી છે કે જે તેની ભક્તિ અને તેના તપોબળની શક્તિ પર પ્રકાશ પાડે છે. આ વાર્તા પેઢી દર પેઢી પસાર થતી આવી છે જે આ પરંપરાના મહત્વની યાદ અપાવે છે.
પ્રાચીન સમયમાં રાણી વીરવતી તેના સાત પ્રેમાળ ભાઈઓની એકમાત્ર બહેન હતી જેણે તેના લગ્ન પછીના પ્રથમ કરવા ચોથે તેના માતાપિતાના ઘરે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. પરંતુ નકોરડા ઉપવાસને કારણે જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ વીરવતી નબળાઈ અનુભવવા લાગી અને ભૂખ અને તરસને કારણે આકુળ વ્યાકુળ બનીને લગભગ બેહોશ જેવી થઈ ગઈ. તેના ભાઈઓ તેની આ તકલીફ સહન ન કરી શક્યા અને તેમણે તેની આ કલીફ દૂર કરવા માટે તેમણે એક યોજના બનાવી.
યોજના મુજબ વીરવતીના ભાઈઓએ ચંદ્રોદયનો ભ્રમ ઉભો કરીને તેનું વ્રત તોડાવી નાખ્યું અને તે વ્રત અકાળે તોડેલું હોય વીરાવતીને ભોજન લેતાની સાથે જ એવા સમાચાર મળ્યા કે તેના પતિ રાજા મૃત્યુ પામ્યા છે. હૃદયભંગ થઈને તેણીએ ભગવાન શિવ અને માતા પાર્વતીને તેના પતિના મૃત્યુ પાછળનું કારણ પૂછતાં માં પાર્વતીએ સમજાવ્યું કે ખોટો ચંદ્ર જોઈને ઉપવાસ તોડવાથી આ દુર્ભાગ્ય થયું હતું અને તેણીને ફરી વખત એ વ્રત પૂર્ણ કરવા સમજાવ્યું. વિરવતીએ અતૂટ શ્રદ્ધા અને ધાર્મિક વિધિઓનું પાલન સાથે વ્રત પૂરું કરતાં તે તેના પતિના પુનરુત્થાનમાં પરિણમ્યું જે કરવા ચોથ પરંપરાની શક્તિ દર્શાવે છે. કરવા ચોથની સાવિત્રી અને સત્યવાનની અન્ય એક વાર્તામાં જ્યારે મૃત્યુના દેવતા યમ સત્યવાનના આત્માને સાથે લઈ જવા માટે આવ્યા ત્યારે સાવિત્રીએ પોતાને સત્યવાનના આત્મા સાથે જોડાયેલી સમર્પિત પત્ની હોવાનું સાબીત કરીને તેમના મૃત પતિને યમ પાસે પુનઃ જીવિત કરાવ્યા.
કરવા ચોથનો પવિત્ર વ્રત મહાભારત વખતમાં પણ ખુબજ પ્રચલિત હતો. જ્યારે અર્જુન અન્ય પાંડવોને મુશ્કેલીમાં મૂકીને તપસ્યા માટે નિગિરી પર્વતો પર ગયો ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણની સલાહ મુજબ કરવા ચોથનું વ્રત તેની તમામ વિધિઓ સાથે રાખ્યું અને એવું માનવામાં આવે છે કે તેમની ભક્તિએ યુદ્ધમાં પાંડવોના અંતિમ વિજયમાં ફાળો આપ્યો હતો જે આ પરંપરાની આધ્યાત્મિક શક્તિ પર વધુ ભાર મૂકે છે.
આપણાં સનાતન હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર કરવા ચોથનું વ્રત આદિ અનાદિ કાળથી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવી ગૌરીએ સૌપ્રથમ ભગવાન શિવ માટે કરવા ચોથનું વ્રત રાખેલું અને આ આખા દિવસ દરમ્યાન તેમણે અન્ન જળ વગરનો નકોરડો ઉપવાસ કરીને ચંદ્રની ભક્તિ ભાવથી પ્રાર્થના કરેલી અને ત્યારથી હિન્દુ ધર્મમાં કરવા ચોથની ઉજવણીની પરંપરા ચાલુ થઈ ગઈ જે આજ સુધી યથાવત છે.
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(2:21 PM IST)










