<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

શેઠ હાઈસ્‍કૂલમાં યોજાયો શરદોત્‍સવ : ૨૫૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો : વિજેતાઓને

રાજકોટ : કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ દ્વારા‘ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ ૨૦૨૫'ંનુંશેઠ હાઈસ્‍કૂલના વિશાળ મેદાનમાં આયોજન કરાયુ હતુ. શ્રી નરેન્‍દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) આપાગીગાનો ઓટલો ચોટીલાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શરદોત્‍સવમાં સૌપ્રથમ નાની બાળાઓના હસ્‍તે કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ માતાજીની આરતી અને વિવિધ રાસ રજુ કરવામાં આવેલ. જેમાં રાજકોટ શહેરના જુદા જુદા વિસ્‍તારના ૨૫૦૦થી વધુ બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પાંચ વર્ષથી નાની બાળાથી લઈ ૮૦ વર્ષના સિનિયર સિટીઝન મહિલાઓ મુક્‍ત પણે રમી શકે તે માટે અફલાતુન વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સૌથી મહત્‍વની બાબતે એ હતી કે આ રાસમાં કોઈપણ જાતના ધર્મ અને નાત જાતના ભેદભાવ વગર બહેનોને મુક્‍ત પણે રમવાની નિઃશુલ્‍ એન્‍ટ્રી આપવા આવી હતી.વિશાળ ર્પાકિંગની વ્‍યવસ્‍થા, પૂરતી સલામતી, ફક્‍ત મહિલાઓ સંચાલિત, ઠંડા પાણીની વ્‍યવસ્‍થા અને કાર્યક્રમના અંતે મહિલા નિર્ણાયકો (જજ) જશવંશીબેન ચૌહાણ, ભાનુબેન કણજારીયા દ્વારા પસંદગી પામેલ બહેનોને ઈનામો વિતરણ કરવામાં આવેલ. ચિલ્‍ડ્રન યુવા અને સિનિયર સિટીઝન તમામ ગ્રુપમાં ઇનામો અપાયા હતા. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી, માયાબેન સોનછત્રા, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, નીલમબેન પોરીયા, આમ આદમી પાર્ટી માલધારી સેલના પ્રમુખ મહેશભાઈ બાંભવા, બોરીચાભાઈ, ભાજપ અગ્રણી માણસુરભાઈ વાળા, કનકસિંહ ઝાલા, ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલના દયવંતસિંહ જાડેજા, આર. ડી જાડેજા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આદિત્‍યસિંહ ગોહિલ, યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઓમ સાઈ ચેરીટેબલ ટ્રસ્‍ટના મહિલા પ્રમુખ રજનીબેન ડી. આસવાણી, મીરા વેફર્સના નાગજીભાઈ વિરાણી, વિસ્‍તારના સામાજિક, રાજકીય આગેવાનો, ભક્‍તિનગર પોલીસ મથકના એએસઆઈ જયદીપસિંહ પરમાર, વેપારીઓ, એડવોકેટ, દાતાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલાની રાહબરી હેઠળ જિલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, આરતીબા જાડેજા, નરવીરસિંહ જાડેજા, માલતીબેન ચાવડા, મુન્નાભાઈ આહીર, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, હર્ષદીપસિંહ ઝાલા, શ્‍યામલ રાચ્‍છ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૫)ઇનામ વિતરણ

(2:29 PM IST)