News of Thursday, 9th October 2025
મનપાને પ૩ જગ્યા માટે કોઇ અરજદાર ન મળ્યા!
શહેર કોંગ્રેસ દ્વારા ભરતી અંગે નારાજગી વ્યકત કરાઇઃ રજુઆત

રાજકોટ, તા. ૯: મહાનગરપાલિકાની જુદી જુદી શાખાની વોક ઇન ઇન્ટરવ્યૂ ૫૩ જગ્યા માટે ઇન્ટરવ્યુ યોજાયા હતા. જેમાં એક પણ ઉમેદવાર આવ્યા ન હતા.
આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તા. ૭ ના રોજ એક્સ સર્વિસમેન ની રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી શાખામાં કુલ ૫૩ જગ્યા માટે વોટ ઇન ઇન્ટરવ્યુ સવારે ૯ થી ૧૧ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવેલ હતો. પરંતુ મળતી માહિતી મુજબ આ જગ્યા માટે એક પણ ઉમેદવાર આવેલ નહીં. કારણ કે તમામ જગ્યાઓ ફક્ત ૧૧ માસ માટે અને હંગામી ધોરણે હતી.
જેમાં નિવળત્ત લશ્કરી સિપાઈ જવાન હવાલદાર સુધીના કક્ષાના મેડિકલ કેટેગરી સેફ વન (S.H.A.P.E. - ૧) હોવી જોઈએ. આ પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે તે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં નોકરી કરનાર ભૂતકાળમાં અનેક ઇજનેરો દ્વારા પોતાને વય મર્યાદા નિવળત્ત થાય એ પહેલા રાજીનામા આપી દેવાનો સિલસિલો આજે પણ ચાલુ છે. જે પગલે નિવળત્ત આર્મીમેન હોય તેઓ પોતાના સ્વમાન ખાતર હંગામી ધોરણે અને ઓછા પગારમાં કોઈ આવે નહીં.
ગાંધીનગર ખાતે અવારનવાર પોતાના પ્રશ્નો અંગે આંદોલન અને રજૂઆતો કરવા છતાં નિવળત્ત આર્મીમેન ને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતના હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ન કરવામાં આવતા નિવળત્ત આર્મીમેન રોષે ભરાયા છે. આ બધા કારણોસર નિવળત ફૌજી આવેલ ન હોય તેમ યાદીના અંતમાં શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
(4:04 PM IST)










