<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

સમસ્‍ત સોની સમાજના રાસોત્‍સવઃ બાય બાય નવરાત્રીઃ ૪ હજાર ખેલૈયાઓ ગરબે રમ્‍યા

રાજકોટઃ અહિં શાષાી મેદાન ખાતે મુંબઈનુ બામ્‍બુ બિટ્‍સના સથવારે  ખેલૈયાઓ માટે સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર  આયોજીત સમસ્‍ત સોની સમાજનાં ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્‍યા હતાં આ કાર્યક્રમમાં સંજયભાઈ વાગડીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, વૈભવભાઈ ચોકસી, વિજયભાઇ સાહોલીયા, કનુભાઈ પાટડીયા, દામભાઇ વાગડીયા, ભાવેશભાઇ માંડલિયા, રાજુભાઇ ફિચડીયા તથા સોની સમાજનાં વેપારી તથા વડીલો,પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

સોની સમાજનાં  ૪ હજાર ખૈલાયાઓ ગરબા રમ્‍યા હતા નાનાં બાળકોને વેલડ્રેસ ઈનામ આપવામાં આવેલ હતાં. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જીજ્ઞેશ વાગડીયા, કલ્‍પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, ભાવીનભાઈ વાગડીયા, સુમિત વાગડીયા, ધવલભાઇ પાટડીયા, મિલનભાઈ સોની (ક્રાઈમ પત્રકાર), ચંદ્રેશભાઇ ફિચડીયા, ભાવેશભાઈ પારેખ, પરેશભાઈ પારેખ, પાર્થ ભાઈ આડેસરા, રાજુભાઈ માંડલિયા, જેનીશભાઈ માંડલિયા, તેજશભાઈ વાગડીયા, હિતેનભાઈ પાટડીયા, જીગ્નેશભાઈ રાણપરા, આશિષભાઇ પાટડીયા તથા મહિલા કમિટી હોદ્દેદારો હસ્‍મિતા બેન પાટડીયા, શ્વેતાબેન વાગડીયા, રિટાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા, ધારા વાગડીયા, જસ્‍મીન આડેસરા, પ્રિતી માંડલિયા, ડોલી રાજપરા તથા એન્‍કર તરીકે નંદનભાઈ ફિચડીયા તથા વિશ્વા સોની અમદાવાદ અને દાંડીયા રાસનાં નિર્ણાયક જ તરીકે ધારાબેન આડેસરા, વંદનાબેન પાટડીયા, દિવ્‍યેશભાઈ રાધનપુરા, પ્રકાશભાઈ પાટડીયાએ જહેમત ઉઠાવી હતી.(૩૮.૨૪)

(3:00 PM IST)