<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ખેડુતોની બાબતમાં સરકાર ચિંતિત જ છે, કોંગ્રેસી મિત્રોએ સલાહ દેવાની જરૂર નથી : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૯ : ચાલુ સાલ મગફળીનો બમ્‍પર પાક ઉતરે તેમ હતો, પરંતુ પાછોતરો વરસાદ પડવાથી ખેડુતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ ગયો. આ બાબતે સરકાર ચિંતિત છે જ કોંગ્રેસી મિત્રોએ કોઇ સુફીયાણી સલાહ દેવા આવવાની જરૂર નથી. તેમ એક નિવેદન આપતા પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે પોતાના શાશનકાળમાં એક મણ પણ મગફળી ટેકાના ભાવથી નહીં ખરીદનાર કોંગ્રેસી મિત્રો હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની વાતો કયા મોઢે કરી રહ્યા છે? આ એ જ કોંગ્રેસીઓ છે જે ડુંગળીની રેંકડી લઇને રાહત ભાવે ડુંગળી વેંચી ખેડુતોનો વિરોધ કરવા નિકળ્‍યા હતા. એ કેમ ભુલી જાય છે. બીજાનો વાંક કે દોષ જોવાને બદલે પોતાના શાસનમાં ખેડુતોનું શું હિત કર્યુ તે વિચારવુ જોઇએ. બાકી ભાજપ સરકારે શું કરવું તે પોતે સારી રીતે જાણે છે તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ છે.

(3:07 PM IST)