<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

૨૫મીએ સમસ્‍ત વાઘેલા (વાણંદ) પરિવારનું સ્‍નેહમીલન

પરિવારના સભ્‍યોમાં એકતા જળવાય, અંધશ્રધ્‍ધા, કુરિવાજો ત્‍વજવા સહિતના મુદ્દે ચર્ચા પૂ.અપૂર્વમુનિ સ્‍વામીનું ઉદબોધનઃ શ્રેષ્‍ઠીઓ પાંગરતી પ્રતિભાઓ અને નારીરત્‍નોનું સન્‍માન

રાજકોટઃ પોતાના વ્‍યવસાયિક ધ્‍યેયો સિધ્‍ધ કરવા ગુજરાત રાજ્‍યના જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍થાયી થયેલ વાઘેલા (વાણંદ) પરિવારના સભ્‍યોમાં ભાવાત્‍મક ઐક્‍યતા કેળવાય, શૈક્ષણિક, વ્‍યવસાયિક, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે પોતાનું હીર ઝળકાવનાર શ્રેષ્ઠીઓ દ્વારા યુવા વર્ગ પ્રેરણા મેળવે, હાલના સ્‍પર્ધાત્‍મક યુગમાં યુવાઓ ઉચ્‍ચશિક્ષણ, સરકારી અને ખાનગીક્ષેત્રે નોકરી મેળવવામાં તથા વ્‍યવસાયિક ક્ષેત્રે ઉત્તમ તકો પ્રાપ્ત કરી શકે તેમજ અંધશ્રધ્‍ધાઓ, કુરિવાજો અને વ્‍યસનો ત્‍યજી મૂલ્‍યનિષ્ઠ શિક્ષણનો વ્‍યાપ વધારવામાં જાગૃતતા કેળવાય આવા શુભ ઉદેશ્‍યોને સાર્થક કરવા પરિવારનું તૃતિય વાર્ષિક સ્‍નેહમિલન રાજકોટ ખાતે તા. ૨૫-૧૦-૨૦૨૫ના રોજ યોજાઈ રહ્યું છે.

પેડક રોડ ઉપર દિનદયાળ બેન્‍કવેટ હોલ ખાતે ૨૫ીના આયોજીત આ સ્‍નેહમિલનમાં પૂજય અપૂર્વ મુની સ્‍વામી દ્વારા પ્રેરણાત્‍મક ઉદબોધન આપવમાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠીશ્રીઓનું, ૧૦૦ જેટલી પાંગરતી પ્રતિભાઓનું, વિવિધક્ષેત્રોની વિશિષ્ટ પ્રતિભાઓનું તેમજ નારીરત્‍નોનું સન્‍માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ ધીરૂભાઈ વાઘેલા, અશોકભાઈ મુળજીભાઇ વાઘેલા, ઠાકરશીભાઈ વાઘેલા, દેવેનભાઈ વાઘેલા, યશવંતભાઇ વાઘેલા,તેજરાજભાઈ, યોગેશભાઈ, ચીરાગભાઈ, નિરવભાઈ, સતીષભાઈ, સંદીપ વાઘેલા, રસિકભાઇ વાઘેલા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:08 PM IST)