<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રાજકોટ મહાનગરપાલીકામાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ના તમામ કર્મચારીઓ માટે રવિવારે શરદોત્‍સવ

કર્મચારી એકતા મંડળ દ્વારા સેન્‍ટ્રલ ઝોન કચેરીના કમ્‍પાઉન્‍ડમાં વિના મૂલ્‍યે આયોજન

રાજકોટ તા.૯: રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ-૧ થી વર્ગ૪ના તમામ કર્મચારીઓ તેમજ કાયમી કર્મચારીઓ એપ્રેન્‍ટીશ કર્મચારી ફિકસ પગારવાળા કર્મચારીઓ કોન્‍ટ્રાકના કર્મચારીઓ આ તમામ કર્મચારીઓ માટે કર્મચારી એકતા મંડળ દ્વારા વિના મૂલ્‍યે શરદોત્‍સવ દાંડીયારાસનું તા.૧૨ને રવિવારના રોજ એકતા અને પારિવારીક ભાવના જગાડવા તેમજ સાથ સહકારના ઉદ્‌ેશયથી પારિવારીક આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

આ શરદોત્‍સવ દાંડીયારાસમાં રાજકોટ મહાનગરના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને જ ઇનામો અપાશે. બહારથી આવેલ સગા સંબંધીઓ રમી શકશે પરંતુ ઇનામ મેળવી શકશે નહિ. શરદોત્‍સવ દાંડીયારાસમાં ભાગ લેનાર કર્મચારીઓ અને તેમના પરવિારજને એ તા.૧૨ને રવિવારે સાંજે ૬ કલાકે ગ્રાઉન્‍ડ ઉપર ઉપસ્‍થિત રહેવું અને ત્‍યાંથી તેમને રમવા માટેના પાસ નંબર આપવામાં આવશે. કેટેગરી વાઇઝ ૫ થી ૧૫ વર્ષના બાળકો ૨૦ થી ૪૦ વર્ષ સુધીના રમતવીરો અને ૪૦ થી ૬૦ વર્ષ સુધીના ભાગ લેનારને ઇનામો આપવામા ંઆવશે.

આ શરદોત્‍સવ દાંડીયારાસ રાજકોટ મહાનગરપાલિકા ડો. આંબેડકર ભવન સેન્‍ટ્રલ ઝોન કચેરી કમ્‍પાઉન્‍ડ ઢેબરભાઇ રોડ ખાતે યોજવામાં આવનાર છે. વધુ માહિતી માટે મુકેશભાઇ વાઘેલાઃ  બાંધકામ શાખા, વેસ્‍ટઝોન મો. ૮૮૪૯૦ ૨૨૦૮૨, રણજીતભાઇ પરમારઃ સ્‍વીક સેન્‍ટર, વેસ્‍ટ ઝોન, મો. ૯૬૨૪૨ ૦૧૫૧૫, મનોજભાઇ સંખાવરાઃ વેસ્‍ટઝોન, વેસ્‍ટ બ્રાન્‍ચ મો. ૮૧૫૫૦ ૫૨૭૦૭, શામજીભાઇ ઇહોરાઃ સેક્રેટરી બ્રાંચ, સેન્‍ટ્રલઝોન મો. ૯૮૨૪૨ ૬૨૦૫૦, અકબરભાઇ રાઠોડઃ આવાસ યોજના સેન્‍ટ્રલ ઝોન આઉટડોરનાં કર્મચારીઓએ પ્રકાશભાઇ સોલંકી મો. ૯૫૭૪૨ ૫૪૨૫૪નો સંપર્ક કરવો.

આ શરદોત્‍સવ દાંડીયારાસને સફળ બનાવવા અમિતભાઇ નાગોરી, કિશોરભાઇ ગમારા, પ્રકાશભાઇ સોલંકી, મુકેશભાઇ વાઘેલા, શામજીભાઇ ઇહોરા, જયેશભાઇ ગોંડલીયા, કૌશીકભાઇ સોલંકી, જયેશભાઇ જોષી, રણજીતભાઇ પરમાર , ઇશ્‍વરભાઇ સોલંકી, હરેશભાઇ ચોચીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે

(3:33 PM IST)