તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 9th October 2025
થેન્કયુ ફોર એવરીથીંગ...મિત્રને મેસેજ કરી યુવાને હાથમાં છરી ઝીંકી, ગળાફાંસો ખાધો
હાથીખાનાનો વસીમ સારવાર હેઠળઃ મિત્રએ જાણ કરતાં વસીમનો ભાઇ સહિતના પહોંચી જતાં જીવ બચી ગયોઃ આર્થિક ભીંસ કારણભુત

રાજકોટ તા. ૯: શહેરના હાથીખાના-૧૭માં રહેતાં અને ફલીપકાર્ટમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતાં વસીમભાઇ બશીરભાઇ મકરાણી (ઉ.વ.૩૫) નામના યુવાને રાતે પોતાના હાથમાં છરીથી ઇજા કરી તેમજ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં તે વખતે જ તેના ભાઇ, મિત્ર સહિતના આવી જતાં જીવ બચાવી લઇ સારવાર માટે ખસડયો હતો.
વસીમભાઇ બે ભાઇમાં મોટો છે. તેના ભાઇના કહેવા મુજબ આર્થિક સંકડામણ ચાલતી હોઇ તેના કારણે તેણે આ પગલુ ભર્યુ હતું. જો કે આ પગલુ ભરતાં પહેલા વસીમભાઇએ તેના ખાસ મિત્રને મેસેજ કર્યો હતો કે-હું આજે આજી ડેમમાં પડી મરવા જાઉ છું, તું શેરીમાં ફુલ લઇને આવજે, થેન્કયુ ફોર એવરીથીંગ. આ મેસેજ મિત્રને મળતાં તે ચોંકી ગયો હતો અને તરત જ વસીમભાઇના ભાઇ સહિતને લઇ ઘરે જતાં વસીમભાઇ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતો જોવા મળતાં તેને બચાવી લીધો હતો. ેતેના હાથમાંથી લોહી પણ નીકળતાં હોઇ તેણે જાતે જ છરી પણ ઝીંકી લીધાનું જણાતાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:36 PM IST)










