તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
વર્કિંગ વુમન માટે અટલ સ્માર્ટ સીટી વિસ્તારમાં બનશે હોસ્ટેલઃ રપર મહિલાઓનો થશે સમાવેશ
મનપાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત થશે નિર્માણ આ સ્થળે ૯પ રૂમ, મેસ, જોગીંગ ટ્રેક, લોન્ડ્રી રૂમ, સ્પોર્ટસ-યોગા પ્રવૃતિઓ, જીમ સહિતની સુવીધાઓઃ ૪૯.૮૦ કરોડનો ખર્ચ

રાજકોટ, તા. ૯: મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક, આરોગ્યલક્ષી તેમજ અન્ય સેવાઓ પુરી પાડવા કવાયત હાથ ધરવામાં આવે છે ત્યારે તંત્રના ઇતિહાસમાં પ્રથમવાર વર્કીગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ. જેમાં એલ-૧ દ્વારા ૭.ર૧ ટકા વધુ ભાવ ભરવામાં આવતા તેને કામ સોંપવા કાલની સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મૂકવામાં આવી છે.શહેરના અટલ સ્માર્ટ સીટી વિસ્તારમાં કુલ ૪૯.૮૦ કરોડના ખર્ચે મનપા દ્વારા વર્કીગ વુમન હોસ્ટેલ બનાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૪ એજન્સીએ રસ દાખવતા સૌથી ઓછો વધારો ધરાવતી એલ-૧ એજન્સને કામ સોંપવામાં આવ્યું છે.
વર્કીગ વુમન હોસ્ટેલ આશરે ૮,૧૧૦.૦૦ ચો.મી.ની વિશાળ જગ્યામાં બનવા જઇ રહયું છે.
આ પ્લોટમાં કુલ ૯૫ રૂમ (૨૫૨ લાભાર્થી માટે), કેફે, રેસ્ટોરન્ટ/મેસ, ઇન્કયુબેશન સેન્ટર,સેલ્ફ ડિફેન્સ સ્ટુડિયો, જોગિંગ ટ્રેક, લોન્ડ્રી રૂમ, પિકલ બોલ, યોગા પેવિલિયન, કાઉન્સેલિંગ રૂમ, લિવિંગ ચેસ, ઓપન એર એરીના, પેન્ટ્રી (દરેક માળે ૨), એડમિન ઓફીસ, ઇન્ડોર ગેમ્સ (ચેસ, કેરમ, લુડો,વિગેરે.), હોબી સેન્ટર, ડાન્સ સ્ટુડિયો/આર્ટ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોલ ઓફ ઇન્સ્પિરેશન, વોલ ઓફ મેમોરીઝ, ડે કેર સેન્ટર, આઉટડોર અને ઇન્ડોર જીમ, ક્લિનિક, કન્વિનિયન્સ સ્ટોર વિગેરે સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.આ કામે પ્રથમ પ્રયત્ને ઈ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતાં. જે અન્વયે નિયત સમય મર્યાદામાં કોઇપણ બિડર દ્વારા બિડ સબમીટ કરવામાં ન આવતાં ઉકત કામે બીજા પ્રયત્ને ઈ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતાં. જે અન્વયે નિયત સમય મર્યાદામાં ચાર બિડર દ્વારા ઓનલાઈન બિડ સબમીટ કરેલ
(3:38 PM IST)










