<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

શહેર ભાજપ કાર્યાલયના વેરાની આકારણી થાય છે કે નહીં?: કોંગ્રેસ

મ્‍યુ.કમિશનરને પત્ર લખી વિગતો જાહેર કરવા માંગ

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર ૨ માં શીતલ પાર્કમાં આવેલ ભાજપના કમલમ કાર્યાલયના વેરાબીલની બે વર્ષથી આકારણી ન થઇ હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

કોંગ્રેસે મ્‍યુ.કમિશનરને લખેલ પત્ર મુજબ  મહાનગરપાલિકા દ્વારા વેરા આકારણી કારપેટ એરિયા મુજબ કરવામાં આવી છે. અને દર વર્ષે વેરો ન ભરપાઈ કરે તેવા મિલકત આસામીઓ સામે ૧૮% જેવું તોતિંગ વ્‍યાજ વસૂલવામાં પણ આવે છે. અને વેરો ભરપાઈ ન કરે તો સીલિંગ ઝુંબેશ કરવામાં પણ આવે છે.

પરંતુ  રાજકોટના વોર્ડ નંબર ૨ માં શીતલ પાર્કમાં આવેલ ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલય ૨૦૨૨ થી કાર્યરત હોવા છતાં આજ સુધી તેને વેરાબીલ આપવામાં જ નથી આવ્‍યું અને આ અંગે જો વેરાબીલની આકારણી થઈ હોય તો મિલકત વેરા આકારણીના નંબર જાહેર કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે.(૨.૨૦)

(4:31 PM IST)