News of Friday, 10th October 2025
રવિવારે ડો.બ્રીજ તેલીના ‘‘ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર''નો શુભારંભ
મોટાપો, ડાયાબિટીસ, હોર્મોનલ જેવી બિમારીઓની વૈજ્ઞાનિક ઢબે સારવાર અને માર્ગદર્શન એક જ જગ્યાએ : આર્ષ વિદ્યામંદિરના પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે ઉદઘાટન * રાજકોટના ખુબજ જાણીતા ડોક્ટર રાજેશભાઇ તેલીના પુત્ર ડો. બ્રીજ તેલીએ એમ.ડી (મેડિસીન), ડી.એમ (એન્ડોક્રાઇનોલોજી) એડલ્ટ એન્ડ પીડિયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડાયાબિટીસ સુપર સ્પેશ્યાલિસ્ટ ની ડિગ્રી પ્રાપ્ત કરી * ડાયાબિટીસમાં આવતી જટીલ સમસ્યાઓ, ગ્રંથિઓને લગતા હોર્મોન અને તેને લગતા રોગો અને મોટાપો (ઓબેસિટી) ને લગતી બિમારીનું સુપર સ્પેશ્યાલિસ્ટ કેન્દ્ર * સમગ્ર ગુજરાતમાં સુપર સ્પેશ્યાલિસ્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટની સંખ્યા ૨૦, સમગ્ર ભારતમાં લગભગ ૨૦૦૦ અને રાજકોટમાં ડો.બ્રીજ સહિત ૮ તબીબો છે. અહિં માત્ર સારવાર નહીં સચોટ વૈજ્ઞાનિક ઢબે સારવાર, વૈજ્ઞાનિક માપદંડ અને માર્ગદર્શન મુજબ આપવામાં આવશે. આહાર, વિહાર અને વિચારમાં બદલાવની જીવનશૈલીથી ઘણાબધા રોગોને દુર કરી શકાય * ડો. બ્રીજ તેલીએ વિદેશમાં ન જઇ ભારતમાં રહી માતૃભૂમિની સેવા કરવાનો નિર્ણય કર્યો

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો.રાજેશભાઈ તેલી અને તેમના પુત્ર ડો.બ્રીજ તેલી નજરે પડે છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
રાજકોટ,તા.૧૦: અત્યાર સુધી, ડાયાબિટીસ અને હૃદય રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત હતું પરંતુ સત્ય એ છે કે, મોટાપો એ મૂળ છે જ્યાંથી આવા ઘણા રોગો જન્મે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લીવર, પીસીઓએસ અને કેટલાક પ્રકારના કેન્સર પણ થઇ શકે છે. ભારતના સર્વોચ્ચ નેતૃત્વએ મોટાપા/મેદસ્વીતા (ઓબેસીટી)ને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ચિંતા તરીકે સ્વીકારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંદેશ આપ્યો છે કે, ભારતે જીવનશૈલીના રોગો સામે લડવું પડશે. આપણી સ્વાસ્થ્યની આદતો દેશનું ભવિષ્ય ઘડી રહી છે. ત્યારે આજવાત ને અનુંસરતા રાજકોટના ખુબજ જાણીતા ડોક્ટર રાજેશભાઇ તેલીના પુત્ર ડો. બ્રીજ તેલીએ એમ.ડી (મેડિસીન), ડી.એમ (એન્ડોક્રાઇનોલોજી) એડલ્ટ એન્ડ પીડિયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડાયાબિટીસ સુપર સ્પેશ્યાલિસ્ટ ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ આગામી તા.૧૨.૧૦.૨૦૨૫ ને રવિવારે તેમનું પોતાનું ગ્રંથી નામનું ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર (ઓમકાર ક્લિનિકનું એક યુનિટ), ૭ મનહર પ્લોટ, મંગળા રોડ, રાજકોટ ખાતે શરૂ કરવા જઇ રહ્યા છે. જેનું ઉદઘાટન આર્ષ વિદ્યામંદિરના પૂ.પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે થશે.
અકિલા કાર્યાલય ખાતે માહિતી આપતા ડો.રાજેશભાઇ તેલીએ જણાવ્યું હતું કે, ગ્રંથિ નિદાન કેન્દ્રમાં ડાયાબિટીસનું સુપર સ્પેશ્યાલિસ્ટ સેન્ટર જેમાં ડાયાબિટીસમાં આવતી જટીલ સમસ્યાઓનું સચોટ નિદાન અને સારવાર, માનવ શરીરની અંદર રહેલ વિવિધ ગ્રંથિઓ જેવીકે થાઇરોઇડ, પિચ્યુટરી વગેરે ગ્રંથિઓને લગતા હોર્મોન અને તેને લગતા રોગોનું સુપર સ્પેશ્યાલિસ્ટ કેન્દ્ર અને મોટાપો (ઓબેસિટી) ને લગતી બિમારીનું સુપર સ્પેશ્યાલિસ્ટ કેન્દ્ર આ ત્રણેય બાબતોના સુપર સ્પેશ્યાલિસ્ટ જેને એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલેકે હોર્મોનના ડોક્ટર કહેવાય તેની સારવાર ડો. બ્રીજ તેલી દ્વારા ઉપલબ્ધ બનવા જઇ રહી છે. આ સેન્ટર સંપૂર્ણ ડિજીટલ સેન્ટર બન્યું છે. જ્યાં નાનામાં નાના ડેટા અને દર્દીઓના રેકોર્ડ સચવાશે. સમગ્ર ગુજરાતમાં સુપર સ્પેશ્યાલિસ્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટની સંખ્યા ૨૦, સમગ્ર ભારતમાં લગભગ ૨૦૦૦ અને રાજકોટમાં ડો.બ્રીજ સહિત ૮ તબીબો છે. ડો.બ્રીજ તેલીએ ડી.એમ (એન્ડોક્રાઇનોલોજી) નો સભ્યાસ ભુવનેશ્વરમાં આઇએમએસ ઇન્સ્ટીટ્યુટથી એપ્રીલ ૨૦૨૫ માં પૂર્ણ કર્યો છે જ્યારે એમબીબીએસ અને એમ.ડી મેડિસીન પીડીયુ રાજકોટથી કર્યા છે.
ડો.રાજેશભાઇ તેલીએ જણાવ્યું કે, ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર કરવાનો ઉદ્દેશ માત્ર સારવાર નહીં રોગોમાં જાગૃતિ માટેનું કેન્દ્ર પણ રહેશે. અહિં દર ૬ મહિને દર્દિઓને આમંત્રણ આપી અવેરનેશ કેમ્પનું આયોજન પણ કરાશે. એજ રીતે આપણે વર્તમાન સમયમાં એમ માનીએ છીએ કે જાડાપણું (ઓબેસિટી) એ માત્ર વજન અને દેખાવ સાથે જોડાયેલ બાબત છે પરંતુ ઓબેસિટી શરીરને લાંબેગાળે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાને નુક્સાન, અમુક પ્રકારના કેન્સર જેવી ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે. ડો. બ્રીજ તેલી દ્વારા સારવાર ઉપરાંત આવા વ્યક્તિઓને ઓબિસીટીનું સંપૂર્ણ માર્ગદર્શન અને ક્યારે કયું જોખમ ઉભું થાય છે તેનું માર્ગદર્શન પણ અપાશે. વધુ પડતા વજનથી થતા રોગોથી બચાવા માટેનું સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન આપવું એ તેમનો ઉદ્દેશ છે. અહિં માત્ર સારવાર નહીં સચોટ વૈજ્ઞાનિક ઢબે સારવાર, વૈજ્ઞાનિક માપદંડ અને માર્ગદર્શન મુજબ આપવામાં આવશે. ટુંકમાં ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટરમાં આવા રોગોનું સર્વાંગી માર્ગદર્શન અને સારવાર મળી રહેશે.
ડો. બ્રીજ તેલીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં એક નવી પરંતુ વધતી જતી સમસ્યા છે ટેકનોસ્ટ્રેસ. સતત મોબાઇલ, લેપટોપ અને સ્ક્રીન પર રહેવાની આદત આપણા મગજ અને હોર્મોનલ સિસ્ટમ પર સીધી અસર કરે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધારી દે છે જેનાથી ઊંઘમાં ખલેલ, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ધીમે ધીમે મેદસ્વીતા વધે છે. એટલે જ ડિજિટલ ડિટોક્સ, સમયસર ઊંઘ અને નિયમિત વ્યાયામ જેવી સરળ આદતો હોર્મોનલ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બની ગઈ છે. આજના બાળકોએ મોબાઈલ મૂકી અને મેદાન પકડવું જોઇએ. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આપણે માત્ર બે બાબતો નહીં પણ ત્રણનું ધ્યાન રાખવું પડશે (૧) આહાર (૨) વિહાર અને (૩) વિચાર. જો આ ત્રણેયમાં સંતુલન હશે તો હોર્મોનલ હાર્મની જળવાશે.
અંતઃસ્ત્રાવિય રોગો એટલેકે હોર્મોનના એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. બ્રીજ તેલી કહે છે, થાઇરોડ ગ્રંથી, ડાયાબિટીસ, ષીઓમાં માસિકની સમસ્યા, હાડકા નબળા પડવા, નાના બાળકોમાં હાઇટ ન બધવી, નાના બાળકોના ગુપ્તાંગોને લગતી સમસ્યાઓ, મોટી ઉંમરે હાડકા ભાંગવા, મોટાપો વગેરે સમસ્યાઓ નાનપણથી લઇ મોટી ઉંમર સુધી ઘણીબધી હોર્મોનને લગતી તકલીફો થાય છે જેનો લોકોને ખ્યાલ પણ નથી એવા રોગોની સારવાર અને માર્ગદર્શન ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટરમાં મળી રહેશે. આવા રોગો થવાનું કારણ જણાવતા ડો. બ્રીજ તેલીએ જણાવ્યું કે, પ્રદૂષણ, અમુક ખાણી-પીણીમાં વપરાતા કેમીકલ, અમુક ફુડ કેમીકલ્સનો ઉપયોગ અને ખાણી-પીણી, રહેન-સહેન દ્વારા આપણી જીવનશૈલી બદલાઇ છે ઉપરાંત ઔદ્યોગિકરણના કેમીકલ જે આપણી અંદર હોર્મોનલ બદલાવ પેદા કરે છે તે છે. પહેલા કરતા હોર્મોનલ રોગો થવાનું કારણ વધ્યું છે કારણ પહેલા કરતા હજારોની માત્રામાં કેમીકલનો અભ્યાસ થઇ રહ્યો છે. જોકે હવે તેના ઉપચાર માટેના ડોક્ટરો, ટેસ્ટીંગ લેબ ઉપલબ્ધ છે અને તેની સારવાર થઇ શકે છે. ટૂંકમાં આહાર, વિહાર અને વિચારમાં બદલાવની જીવનશૈલીથી ઘણાબધા રોગોને દુર કરી શકો છો.
ડી.એમ (એન્ડોક્રાઇનોલોજી) સુપરસ્પેશ્યાલિસ્ટ ડોક્ટર બ્રીજ તેલીને વિદેશ જવાની પુષ્કળ તક મળતી હતી. તેમ છતાં તેમણે પોતાની વિદ્યાનો લાભ ભારતમાં રહીને ભારતીયોને આપવાનો નિર્ણય કર્યો. ડો. બ્રીજ તેલીએ કહ્યું કે, આપણી સંસ્કૃતિ પૌરાણિક છે અને આપણે આદી સનાતન ધર્મના આગ્રહી છીએ જેની વેસ્ટર્ન કલ્ચરમાં દુર દુર સુધી છાપ નથી અને અવકાશ પણ નથી. આપણા દેશમાં જે સંસ્કૃતિ, વિરાસતનું જે જ્ઞાન છે, આપણી જ્ઞાનની ધરોહર છે, અનેક મેડિકલ શોધ થઇ રહી છે જેના પુરાવા આપણા હજારો વર્ષ જુના પુરાણોમાં મળી રહ્યા છે અને વિજ્ઞાન આજે ફરી તે તરફ જઇ રહ્યું છે ત્યારે વિદેશમાં વસવાની અને અભ્યાસની તક મળી હોવા છતાં આપણી પોતાની ધરતી, સંસ્કૃતિ છોડીને શા માટે જવું? એટલે જે શિખ્યા છીએ તે આપણી માતૃભૂમિને પાછુ આપવું તે આશયે ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો. ધો. ૧૨ પછી અઢાર વર્ષ અભ્યાસ કરી આ જ્ઞાન મેળવ્યું છે જે સમાજને પાછુ આપવું છે. એન્ડોક્રાઇનોલોજીમાં સંશોધનને બહુ મોટો અવકાશ છે. ભવિષ્યમાં જાગૃતિ, સારવાર અને સંશોધન આ ત્રણેયનો સમાવેશ કરાશે.
ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે ડો. બ્રીજ તેલી, ડો. પીનલ તેલી, ડો. રાજેશભાઇ તેલી, ડો. ઋત્વી તેલી, વંદનાબેન તેલી સહિત સમગ્ર તેલી પરિવારે આમંત્રીતોને આવકાર્યા છે.
મોટાપાના ઓરિજિનલ સંશોધન માટે ડો.બ્રીજ તેલીએ ભારતમાં પ્રથમ સ્થાને રહી ગોલ્ડ મેડલ મેળવ્યો
ડો.બ્રીજ તેલી, ડી.એમ (એન્ડોક્રાઇનોલોજી) રાજકોટમાં પ્રેક્ટિસ કરતા એક પ્રખ્યાત એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને ડાયાબિટીસ તથા મેદસ્વીતાના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ છે. ડો. બ્રીજ તેલીના ઓરિજિનલ સંશોધન માટે સપ્ટેમ્બરમાં કોલકાતા ખાતે યોજાયેલી ESICON૨૦૨૫ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતભરના એન્ડોક્રાઈનોલોજિસ્ટમાં ડો. બ્રીજ તેલીએ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો જે મોટાપો અને મેટાબોલિઝમ ક્ષેત્રમાં નવી દિશા દર્શાવે છે. તેમની પહેલ ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર દ્વારા ડો. બ્રીજ આધુનિક તબીબી વિજ્ઞાનને કરુણાપૂર્ણ, સર્વગ્રાહી ઉપચાર સાથે જોડવાનો સંકલ્પ કરે છે. તેઓ કહે છે, ‘સ્વાસ્થ્ય એ રોગની ગેરહાજરી નહીં, પરંતુ સંતુલનની હાજરી છે.
ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ
ડાયાબિટીસ- ટાઈપ ૧, ટાઈપ ૨, બાળપણ/ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ, સીજીએમ, ઇન્સ્યુલિન પંપ, ડાયાબિટીસની જટિલતાઓ (ડાયાબિટીક ફૂટ, રેટિનોપેથી, ન્યુરોપથી, નેફ્રોપથી), જીવનશૈલી સુધારણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સારવાર
સ્થૂળતા/ મોટાપો / મેદસ્વિતા (ઓબેસિટી) અને મેટાબોલિક/અંતઃષાવ રોગો- વજનવૃદ્ધિ, ફેટી લિવર, વૈજ્ઞાનિક વજન નિયંત્રણ, દવાઓ અને હોર્મોનલ ઉપચાર
બાળકોના ગ્રોથ અને પ્યુબરટી રોગો- ટૂંકી ઉંચાઈ, ગ્રોથ હોર્મોનની ઉણપ, વડેલી/વિલંબિત તરુણાવસ્થા, જન્મજાત હોર્મોનલ તકલીફો
થાયરોઈડ રોગો- હાઈપોથાઇરોડિઝમ/હાઈપરથાઇરોડિઝમ, ગોઇટર, ગર્ભાવસ્થાના થાયરોઈડ રોગો
સ્ત્રીઓ-પુરૂષોની હોર્મોનલ સમસ્યાઓ-પીસીઓએસ, માસિક અનિયમિતતા, પ્રજનન સમસ્યાઓ, વંધ્યત્વ, મેનોપાઉસ, ટેસ્ટોસ્ટેરોનની ઉણપ
હાડકાં અને મેટાબોલિક રોગો- ઓસ્ટિયોપોરોસિસ, બોન ડેન્સિટી ટેસ્ટ (ડીએક્સએ સ્કેન) માટે માર્ગદર્શન, ફ્રેક્ચરની શક્યતા ઘટાડવા માટેની વૈજ્ઞાનિક સારવાર, હાયપરકેલસીમિયા, વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ, રિકેટ્સ
ટ્રાન્સજેન્ડર અને જાતીય સમસ્યા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન
હોર્મોનલ ટ્યુમર્સ- પિટ્યુટરી, એડ્રિનલ, પેરાથાયરોઈડ રોગો, હોર્મોનલ અસંતુલનને કારણે થતી હાઈ/લો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સમસ્યાઓ(
ડોક્ટર તેલી હોસ્પીટલમાં જાવ એટલે સંગીત સાંભળવા મળે..!
સંગીતને અમે એક નિજાનંદ, તણાવમુક્તિ અને સમાજ શિક્ષણ ત્રણેયમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ડો.રાજેશભાઇ તેલીની હોસ્પીટલમાં જાવ એટલે તાનપુરાનું સંગીત સાંભળવા મળે. ડો.બ્રીજ તેલીની હોસ્પીટલમાં પણ એજ રીતનું સેટઅપ ગોઠવાયું છે. જેથી અહીં દર્દીઓ આવે ત્યાંજ અડધું દર્દ ભુલી જાય છે. ડો. તેલી કહે છે, તનાવ વર્તમાન સમયમાં આપણા શરીરને સૌથી વધુ નુક્સાન કરે છે એટલે આપણી અંતઃષાવની ગ્રંથિઓ જેવીકે એડ્રિનલ ગ્રંથી જેને તનાવ ખુબજ ઉતેજીત કરે છે જેને કારણે બ્લડપ્રેશન, સુગર, હ્રદયરોગ વગેરે થાય છે. સંગીત આ સીસ્ટમને શાંત પાડવાનું કામ કરે છે. આપણી પાસે આનો કોઇ વૈજ્ઞાનિક ડેટા નથી પણ સંગીતનો ચોક્ક્સ ફાળો છે. આવનારા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનો થશે અને તબીબો જેમ ગોળી લખીને આપે છે તેમ સંગીતના રાગ સાંભળવાનું લખીને આપશે.!
સંપર્કઃ ગ્રંથિ - ડાયાબિટીસ, એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર, ‘ઓમકાર ક્લિનિક'નું એક યુનિટ, ૭, મનહર પ્લોટ, મંગળા રોડ, રાજકોટ
મોબાઇલઃ ૯૪૨૬૩ ૯૪૨૮૩
ઇમેલઃ [email protected]
(11:00 AM IST)










